ઉમરગામ મતદારયાદી સુધારણા ઝુંબેશમાં જિલ્લામાં પ્રથમ
- byDamanganga Times
- 20 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૯ ઃ ચૂંટણી પંચ દ્વારા વલસાડ જિલ્લામાં હાથ ધરવામાં આવેલી મતદારયાદીની ખાસ સુધારણા ઝુંબેશને નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. જિલ્લાના ૧,૫૪૪ મતદાન મથકો પર ૧૧, ૧૮ અને ૨૫ ઓક્ટોબરના રોજ યોજાયેલા ત્રણ વિશેષ રવિવારીય અભિયાન દરમિયાન કુલ ૨૩,૪૬૦ ફોર્મ ભરાયાં હતાં. આ આંકડામાં ઉમરગામ વિધાનસભા મતવિસ્તાર ૬,૪૬૪ અરજીઓ સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે રહ્ના છે.
વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે અરજીઓના આંકડા જોઈઍ તો ઉમરગામમાં સૌથી વધુ ૬,૪૬૪ ફોર્મ ભરાયાં હતાં. જ્યારે ધરમપુરમાં ૪,૮૩૪, કપરાડામાં ૪,૪૫૦, વલસાડમાં ૩,૮૬૧ અને પારડીમાં ૩,૮૫૧ ફોર્મ ભરાયાં હતાં. આમ, મતદારયાદી સુધારણા ઝુંબેશમાં ઉમરગામ મતવિસ્તારે સૌથી વધુ અરજીઓ નોંધાવી જિલ્લામાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. આ ઝુંબેશ દરમિયાન ખાસ કરીને પ્રથમ વખત મતદાર બનવા જઈ રહેલા યુવાનોમાં નોંધણીને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. નવા મતદારોની નોંધણી ઉપરાંત મતદારયાદીમાં જરૂરી સુધારા અને અન્ય વિગતો માટે પણ નાગરિકોઍ ભાગ લીધો હતો. લોકશાહીની પ્રક્રિયામાં દરેક લાયક નાગરિકની ભાગીદારી સુનિડ્ઢિત કરવા મતદારયાદી સુધારણા મહત્ત્વપૂર્ણ છે. ત્યારે વલસાડ જિલ્લામાં સૌથી વધુ અરજીઓ સાથે ઉમરગામ વિધાનસભા મતવિસ્તાર પ્રથમ ક્રમે રહેતા સ્થાનિક સ્તરે આ બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે.
