Damanganga Times.

Damanganga Times.

November 19, 2026

વાંસદા પોલીસે સો.મીડિયા પર યુવતીનું ફેક આઈડી બનાવનારને ઝડપી પાડયો

વાંસદા પોલીસે સો.મીડિયા પર યુવતીનું ફેક આઈડી બનાવનારને ઝડપી પાડયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાંસદા, તા. ૧૮ ઃ વાંસદા પોલીસે ઍક યુવતીના નામે નકલી ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બિભત્સ ફોટા વાયરલ કરવાના કેસમાં સુરતથી ઍક આરોપીને પકડી લીધો છે.

પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદીની ઓરીજીનલ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ફોટા કોપી કરી ખોટી આઈડી બનાવવામાં આવી હતી. ત્યારબાદ યુવતીને બદનામ કરવાના ઇરાદાથી તેના બિભત્સ ફોટા સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવ્યા હતા. કેસ નોંધાયા બાદ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ શરૂઆતમાં તે હાથ ન લાગ્યો. પછી વાંસદા પોલીસ ટીમે ટેકનિકલ અને મેન્યુઅલ ઇનપુટના આધારે મળેલી માહિતીનું વિશ્લેષણ કર્યું. તપાસ અને કાર્યવાહી બાદ પોલીસે સંદીપ પીપલીયાને સુરત શહેરમાંથી ઝડપી પાડયો. તે શિવદર્શન સોસાયટી, કથેરરા હનુમાન મંદિરની બાજુમાં રહેતો હોવાનું પોલીસે કહ્નાં હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ સુરત શહેરના ચોકબજાર, જહાંગીરપુરા અને સચીન સહિતના પોલીસ સ્ટેશનોમાં મારામારી, ગાળાગાળી અને ધમકી જેવા ગુનાઓ નોંધાયેલા છે.