Damanganga Times.

Damanganga Times.

November 19, 2026

વાંસદા પ્રતાપ હાઈસ્કૂલમાં મહિલા સભા મળી

વાંસદા પ્રતાપ હાઈસ્કૂલમાં મહિલા સભા મળી


(દમણગંગા ટાઈમ્સ)

વાંસદા, તા. ૧૮ ઃ ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાઈ રહેલા જનજાતીય ગૌરવ સાહ અંતર્ગત વાંસદાની પ્રતાપ હાઈસ્કૂલ ખાતે મહિલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓના સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય, સ્વાવલંબન અને સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રદ્ધાબેન રાજપૂતે ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષને યાદ કરતાં જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાઍ અંગ્રેજો સામે લડત આપીને જળ, જંગલ અને જમીનના અધિકારો માટે ઐતિહાસિક સંઘર્ષ કર્યો હતો. તેઓ માત્ર સ્વાતંત્ર્ય સેનાની જ નહીં, પરંતુ સમાજ સુધારક પણ હતા. 

આ પ્રસંગે મયંકભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સન્માન, સુરક્ષા અને સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આંગણવાડી બહેનોની કામગીરી, નંદ ઘર જેવી પહેલ, પશુપાલન ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી અને મિશન મંગલમ અંતર્ગત સખીમંડળો દ્વારા મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે. 

કાર્યક્રમ દરમિયાન સખીમંડળની બહેનોઍ પણ પોતાના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને હુકમપત્રો ઍનાયત કરવામાં આવ્યાં હતાં.

 આ પ્રસંગે વાંસદા પ્રાયોજના કચેરીનાં મદદનીશ કમિશનર  પી.ડી. મનાત, મામલતદાર મોદી, વાંસદા પ્રાયોજના કચેરીના  રવિન્દ્ર ગાંવિત, અગ્રણી પિયુષ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, સખીમંડળની બહેનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્નાં હતાં.