Damanganga Times.

Damanganga Times.

November 19, 2026

પીપલખેડ સ્કુલમાં ગ્રામ્ય રમતોત્સવ યોજાયો

પીપલખેડ સ્કુલમાં ગ્રામ્ય રમતોત્સવ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ)

નવસારી, તા. ૧૮ ઃ ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ સાહની ઉજવણીના ભાગરૂપે પીપલખેડની ઍલ.આર. કોન્ટ્રાક્ટર સ્કૂલ ખાતે પરંપરાગત ગ્રામ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવનો મુખ્ય હેતુ પરંપરાગત ગ્રામ્ય રમતોને પ્રોત્સાહન આપવા, સ્થાનિક રમતગમતની સમૃદ્ધ પરંપરાને જીવંત રાખવા તેમજ નવી પેઢીને દેશી રમતો પ્રત્યે પ્રેરિત કરવાનો હતો.

રમતોત્સવ દરમિયાન કબડ્ડી, ખો-ખો, સાતોડિયું, દોરડા ખેંચ, કોથળા દોડ, ગિલ્લી-દંડા, ત્રિપગી દોડ, લંગડી અને લખોટી સહિતની પરંપરાગત રમતોની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આયોજનમાં પ્રાધાન્ય ધરાવતી ટોચની ત્રણ રમતો સહિત કુલ ૧૦ રમતોની સ્પર્ધાઓ યોજાઈ હતી.    

જેમાં ખેલાડીઓઍ ઉત્સાહ, રમતગમતની ભાવના અને ખેલદિલી સાથે ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી.આ રમતોત્સવમાં કુલ ૨૮૮ ખેલાડીઓ અને સ્પર્ધકોઍ ભાગ લીધો હતો. 

આ પ્રકારના રમતોત્સવના આયોજનથી ગ્રામ્ય વિસ્તારની પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળવાની સાથે આદિવાસી લોકસંસ્કૃતિ, પરંપરા અને રમતગમતના વારસાનું જતન થાય છે. 

સાથે જ યુવા પેઢીમાં શારીરિક સ્ફૂર્તિ, ટીમવર્ક અને રમતગમત પ્રત્યે રુચિ કેળવવાનો ઉમદા સંદેશ પણ પ્રસર્યો હતો.