Damanganga Times.

Damanganga Times.

November 19, 2026

ગણદેવીના મોહનપુર અને ઉંડાચની કલેકટરે મુલાકાત લીધી

ગણદેવીના મોહનપુર અને ઉંડાચની કલેકટરે મુલાકાત લીધી


(દમણગંગા ટાઈમ્સ)

નવસારી, તા. ૧૮ ઃ જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીઍ ગણદેવી તાલુકાનાં મોહનપુર અને ઉંડાચ ગામની મુલાકાત લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ઉપલબ્ધ પ્રાથમિક સુવિધાઓ, આંગણવાડી, આરોગ્ય સેવાઓ અને જાહેર વિતરણ વ્યવસ્થાની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીઍ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગામની વસ્તી, આંગણવાડીઓની સ્થિતિ, ગ્રામ પંચાયત ભવન, સ્થાનિક સુવિધાઓ અને ગ્રામજનોના પ્રશ્નો અંગે વિગતો મેળવી હતી. આંગણવાડીમાં બાળકોની હાજરી, પોષણની સ્થિતિ તેમજ લ્ખ્પ્ અને પ્ખ્પ્ કેટેગરીનાં બાળકોની ઊંચાઈ-વજનની નોંધણી અને તેમને અપાતા પોષણક્ષમ ભોજનની વ્યવસ્થાની ચકાસણી કરી હતી.આ ઉપરાંત વાજબી ભાવની દુકાનની મુલાકાત લઈ અનાજનો જથ્થો, સ્ટોક રજિસ્ટર અને લાભાર્થીઓને નિયત પ્રમાણમાં અનાજનું વિતરણ થાય છે કે નહીં તેની તપાસ કરી હતી. આરોગ્ય સેવાઓની સમીક્ષા દરમિયાન સગર્ભા મહિલાઓ, ખાસ કરીને હાઈરિસ્ક પ્રેગ્નન્સી ધરાવતી મહિલાઓની નિયમિત આરોગ્ય તપાસ અને કાળજી અંગે પણ સંબંધિત કર્મચારીઓ પાસેથી વિગતો મેળવી હતી.

ઉંડાચ ગામમાં ગ્રામજનો સાથે સંવાદ કરી સ્થાનિક પ્રશ્નો અને કોમ્યુનિટી હોલની જરૂરિયાત અંગે ચર્ચા કરી હતી. નાગરિકોને મળતી સુવિધાઓ અંગેની માહિતી દર્શાવતાં બોર્ડ અને સરકારી નિયત ફી મુજબ જ વસૂલાત થાય તે અંગે પણ જરૂરી સૂચનાઓ આપી હતી.

જિલ્લા કલેક્ટરઍ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાઓ અને પ્રાથમિક સુવિધાઓનો લાભ નાગરિકો સુધી યોગ્ય રીતે પહોંચે તે સુનિડ્ઢિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન ચીખલી પ્રાંત અધિકારી  નિશાંત કુંગાશીયા, ગણદેવી તાલુકા વિકાસ અધિકારી  પિયુષભાઈ ગામિત, સરપંચ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા.