Damanganga Times.

Damanganga Times.

November 19, 2026

પારનેરા ડુંગર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

પારનેરા ડુંગર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૮ ઃ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ચતુર્થ પારનેરા ડુંગર આરોહણ-અવરોહણ (સિનિયર) સ્પર્ધા ૨૦૨૬-૨૭ આગામી ડિસેમ્બર અથવા જાન્યુઆરી માસમાં યોજાશે. આ સ્પર્ધામાં તા. ૩૧/૧૨/૨૦૨૬ના રોજ ૧૯થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોઍ સ્પર્ધા સ્થળે સ્વખર્ચે આવવા-જવાનું રહેશે. સ્પર્ધામાં પ્રથમથી દસમા ક્રમે પસંદગી પામનાર યુવક-યુવતીઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર ઍનાયત કરવામાં આવશે. આ ઉપરાંત, પસંદગી પામેલા સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવામાં આવશે. શાળા-કોલેજમાં અભ્યાસ કરતા યુવક-યુવતીઓઍ પ્રવેશપત્રમાં શાળા-કોલેજના સહી-સિક્કા કરાવવાના રહેશે. જ્યારે અભ્યાસ કરતા ન હોય તેવા સ્પર્ધકોઍ ચેરિટી કમિશનરમાં નોંધાયેલા મંડળોના સહી-સિક્કા કરાવવા ફરજિયાત છે.

સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓઍ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ૧૦૬ જૂની ટેલિફોન ઍક્સચેન્જ ઓફિસ, પહેલો માળ, પોસ્ટ ઓફિસની પાછળ, હાલર રોડ, વલસાડ ખાતેથી અરજી ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરી આધાર-પુરાવા સાથે તા. ૧૫/૧૨/૨૦૨૬ સુધી ઉપરોક્ત સરનામે મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના ફોન નંબર ૦૨૬૩૨-૨૪૮૦૮૩ પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા અખબારી યાદી મારફતે જણાવાયું છે.