Damanganga Times.

Damanganga Times.

November 19, 2026

વલસાડ જિલ્લાના ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ ફરી ખુલ્લું મુકાયું

વલસાડ જિલ્લાના ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ ફરી ખુલ્લું મુકાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૮ ઃ  વલસાડ જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા જિલ્લાના ખેડૂતોને વિવિધ કૃષિ યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૮/૧૧/૨૦૨૬થી તા. ૩૧/૧૨/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજીઓ કરવા માટે પુનઃ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

જે અંતર્ગત મુખ્યમંત્રી વનબંધુ કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ વિવિધ ઘટકો જેવા કે રોટરી પાવર ટીલર, સીડ ડ્રીલ, કોમ્બાઇન હાર્વેસ્ટર, ગ્રાઉન્ડનટ ડિગર, પેડી ટ્રાન્સપ્લાન્ટર, પોસ્ટ હોલ ડિગર અને પોટેટો ડિગર સિવાયના અન્ય તમામ ઘટકો માટે ખેડૂતો અરજી કરી શકશે.

આ ઉપરાંત, વનબંધુ ટ્રેક્ટર યોજના હેઠળ ટ્રેક્ટર ઘટક માટે રાજ્યના આદિજાતિ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલા આદિજાતિ વિસ્તારો ઍટલે કે વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકાના ખેડૂતો અરજી કરી શકશે. જ્યારે સ્માર્ટ ઍન્ડ પ્રિસીઝન ર્ફામિંગ યોજના અંતર્ગત આઈ.ઓ.ટી. ડિવાઈસ ઘટક માટે જિલ્લાના તમામ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે.    આથી, ઉપરોક્ત યોજનાઓનો લાભ મેળવવા ઇચ્છુક તમામ પાત્ર ખેડૂતમિત્રોને નિર્ધારિત સમયમર્યાદામાં આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, વલસાડ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.