વલસાડમાં ૧૪મો નવરાત્રી ગરબા મહોત્સવ યોજાયો
- byDamanganga Times
- 19 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ શ્રી માહ્નાવંશી વિધાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા રેલ્વે વલસાડ ના રંગ ઉપવન હોલમાં નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન મગનભાઈ બારોટના પ્રમુખસ્થાને, રતિલાલ રાઠોડના મુખ્ય મહેમાન પદે તેમજ ઉષાબેન બારોટ, લલીતાબેન રાઠોડ, સવિતાબેન સોલંકી અને મા. ગીતાબેન મોરેકરના અતિથિ વિશેષ પદે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત માતાજીની આરતી કર્યા બાદ કાવ્યા સુરતી અને ઍમની ટીમ દ્વારા ગરબાની રમઝટ જામી અને સમાજનું યુવાધન, ખેલૈયાઓ મન મૂકીને વરસ્યા હતા.
સંસ્થાના પ્રમુખ અનુપભાઈ મેહવાલાઍ સૌને આવકાર્યા બાદ મહેમાનોનુ સંસ્થાના કાર્યકરોના હસ્તે બુકે અને શાલ દ્વારા અભિવાદન કરાયુ અને મહેમાનોઍ સંસ્થાના કાર્યોની મુક્ત કંઠે પ્રશંસા કરી પોતાને આપેલ સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વિજેતા ખેલૈયાઓને વિવિધ ટ્રોફીઓથી મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. નિર્ણાયક તરીકેની પ્રશંસનીય ભુમિકા નટરાજ ગરબા ક્લાસીસના માલિક જીગ્નેશભાઈ પટેલ તેમજ તૃબેન પટેલે નિભાવી હતી. આરતી શુસોભન સ્પધામાં આરતીબેન ડાંગે પ્રથમ ઈનામ પ્રા કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન બેસ્ટ કપલનું પ્રથમ ઈનામ પ્રા કરનાર લીમકેશભાઈ પટેલ અને નિકીતાબેન પટેલ તથા દ્વિતીય ઈનામ મહેશભાઈ પટેલ અને અંજનાબેન પટેલની જોડી સૌનું આકર્ષણનું કેન્દ્ર બની હતી.
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સંસ્થાના સલાહકાર જયદીપભાઈ પટેલ (સેગવા) અને ઍમના પરિવાર તરફથી પ્રતિ વર્ષની જેમ ટ્રોફી તથા ગરમા ગરમ ભોજનનો સહયોગ પ્રા થયો હતો. આ પ્રસંગે સમાજ અગ્રણીઓમાં વિનયભાઈ વાડીવાલા, દિનેશભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ મજીગામકર, ઉમેશભાઈ જાદવ, અરુણભાઈ વજેરિયા, નગીનભાઈ પટેલ (ચરી), અમ્રતભાઈ રાઠોડ, તુષારભાઈ રાઠોડ, જ્યોતિન્દ્રભાઈ છોવાલા, કમલેશભાઈ હરિયાવાલા, રતિલાલ કુવેકર, શિરીષભાઈ પરમાર, હરીશભાઈ કુવેકર, બિંદિયાબેન મેહવાલા, કલ્યાણી, શીલાબેન પટેલ, મા. રમીલાબેન પટેલ તેમજ સમાજના વડીલો પરિવાર સહીત મોટી સંખ્યામા ઉપસ્થિત રહી કાર્યકરોને -ોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન બિપીનભાઈ સુરતી, હર્ષદભાઈ આર્ય તેમજ અમિષાબેન મેહવાલાઍ કર્યું. અનિલભાઈ ભવાની, વિપિનભાઈ રાઠોડ તેમજ સંસ્થાના કાર્યકરો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અંતમા ગીજેન્દ્રભાઈ પીઠાવાલાઍ સૌ ઉપસ્થિત મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, વડીલો, ભુલકાઓ તેમજ માતાજીની આરાધનામાં સૌને મંત્રમુગ્ધ કરનાર રાજેશભાઈ સુરતી અને ઍમની ટીમનો તેમજ રંગોળી અને ફોટોગ્રાફીનું અદભુત કાર્યકરનાર સંસ્થાની યુવા ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
