Damanganga Times.

Damanganga Times.

November 19, 2026

વલસાડની દીકરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૂડો સ્પર્ધામાં ઝળકી

વલસાડની દીકરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૂડો સ્પર્ધામાં ઝળકી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૮ ઃ મૂળ કચ્છના બાલાચોડ (મોટી) ગામના વતની અને હાલ વલસાડમાં સ્થાયી થયેલા પરિવારની દીકરી જયવી દ્રષ્ટિ કરણ કટારિયા ભાનુશાલીઍ માર્શલ આર્ટ્સ (કૂડો) ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત નેશનલ અને ઇન્ટરનેશનલ કૂડો ટૂર્નામેન્ટમાં જયવીઍ પોતાના સાહસ અને શિસ્તબદ્ધ રમતનું પ્રદર્શન કરીને ઍક ગોલ્ડ અને ઍક બ્રોન્ઝ મેડલ જીતી વલસાડ તેમજ સમગ્ર કચ્છી ભાનુશાલી સમાજનું નામ રોશન કર્યું છે.કૂડો ઇન્ડિયાના ચેરમેન શિહાન અક્ષય કુમાર, હેન્સી મેહુલ વોરા અને શિહાન વીસ્પી ખરાડી દ્વારા કીફી ઍસોસિઍશન તથા મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ ઍન્ડ સ્પોર્ટ્સના સહયોગથી આ ભવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી આશરે ૫૪૦૦ જેટલા ખેલાડીઓઍ ભાગ લીધો હતો.આ બંને સ્પર્ધાઓમાં શ્-૧૧ ગર્લ્સ (-૩૩ કિગ્રા) કેટેગરીમાં જયવીની સિદ્ધિઓ માં  ૧૮દ્દત્ર્ અક્ષય કુમાર ઇન્ટરનેશનલ કૂડો ટૂર્નામેન્ટ ૨૦૨૬-૨૭ (તા. ૧૫ થી ૧૭ નવેમ્બર ૨૦૨૬) ૧૭દ્દત્ર્ કૂડો નેશનલ ટૂર્નામેન્ટ ૨૦૨૬-૨૭ (તા. ૧૨ થી ૧૫ નવેમ્બર ૨૦૨૬)

આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી, ડેપ્યુટી કલેક્ટર, ઉદયપુરના મહારાજા,  ઉમિયા ધામના પ્રેસિડેન્ટ  પટેલ, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી ભૂમિ પેડનેકર સહિતના મહાનુભાવોઍ ખાસ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

ચાર વર્ષની અથાગ મહેનત અને કોચનું માર્ગદર્શન

જયવી ભાનુશાલી છેલ્લા ચાર વર્ષથી વલસાડ નગરપાલિકા સ્પોર્ટ્સ સેન્ટર ખાતે પોતાના કોચ સેનસેય  તરુણ ઢીમર પાસે સઘન તાલીમ લઈ રહી છે. નાની ઉંમરે મેળવેલી આ મોટી સફળતા પાછળ જયવીની સતત મહેનત, રમત પ્રત્યેની લગન, માતા-પિતાની પ્રેરણા અને કોચના અમૂલ્ય માર્ગદર્શનનો સિંહફાળો રહ્ના છે.જયવીની આ બેવડી  સફળતા બદલ પરિવારજનો, વલસાડ સ્પોર્ટ્સ સેન્ટર, બાલાચોડ (મોટી) ગામ તેમજ સમગ્ર કચ્છી ભાનુશાલી સમાજ તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે અને તે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.