લીલાપોરમાં બાઈક ચાલકનું માર્ગ અકસ્માતમાં મોત
- byDamanganga Times
- 19 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૮ ઃ વલસાડ પારડી ગામે રહેતો ૨૮ વર્ષીય માછીમાર યુવાન ગઈકાલે રાત્રે લીલાપુર ઔરંગા નદીના પુલ પાસે અજાણ્યા વાહન સાથે અથડાતા તેનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.વલસાડના લીલાપોર રોડ પર ઔરંગા નદીના પુલ પાસે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૨૮ વર્ષીય યુવક આકાશ સતીશ ટંડેલનું મોત નીપજ્યું હતું. વલસાડ પારડીમાં રહેતો યુવક આકાશ સતીશ ટંડેલ ઉંમર વર્ષ ૨૮ ગઈકાલે રાત્રે પોતાની બજાજ ઘ્વ્-૧૦૦ બાઈક નંબર ઞ્થ્-૧૫-ઝ઼ણ્-૯૫૪૧ પર વલસાડ લીલાપોર તરફથી વલસાડના પારડી માં આવેલા પોતાના ઘરે જઈ રહ્ના હતો. તે દરમિયાન ઔરંગા નદીના પુલ પાસે તેની બાઈક અન્ય વાહન સાથે અથડાતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્મત બાદ ત્યાંથી પસાર થતી રીલીફ ચેરીટેબલ ટ્રસ્ટની ખાનગી ઍમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોઍ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતના સમાચારથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ માં પહોંચી સમગ્ર અકસ્માત ની ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
