વાપીમાં શિયાળાની ધીમા પગલે શરૂઆત
- byDamanganga Times
- 19 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ વાપી સહિત સમગ્ર પંથકમાં છેલ્લા બે દિવસથી હવામાનનો મિજાજ ધીમે ધીમે બદલાઈ રહ્ના છે અને શિયાળાની શરૂઆતનો અહેસાસ થવા લાગ્યો છે. વહેલી સવારે વાતાવરણમાં ઠંડક વધતાં ર્મોનિંગ વોક માટે નીકળતા શહેરીજનો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્ના છે.જયારે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થયા બાદ રાત્રિના સમયે ફરી ઠંડકનું પ્રમાણ વધતું જોવા મળી રહ્નાં છે. હવામાનમાં આવેલા આ બદલાવને પગલે હવે લોકોર્મોનિંગ અને ઈવનીંગ વોક માટે ગાર્ડન મા જવા માટે ગરમ કપડાં પહેરીને ઘરની બહાર નીકળતા જોવા મળી રહ્ના છે.
ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ વધુ થતાં વાપીવાસીઓમાં શિયાળાની શરૂઆતનો માહોલ જોવા મળી રહ્ના છે. જ્યારે ગામડા મા ઠંડીનુ પ્રમાણ ખુબજ વધુ જોવા મળી રહ્નાં છે.
