જૈન સમાજના યુવક-યુવતીઓ માટે ‘વિલ યુ મેરી મી-૪’ યુવા મેળો યોજાશે
- byDamanganga Times
- 19 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ જૈન સમાજના લગ્નયોગ્ય યુવક-યુવતીઓને જીવનસાથીની પસંદગી માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે અને યુવક-યુવતીઓ સાથે તેમના પરિવારોને પણ ઍકબીજાને ઓળખવાની તક મળે તેવા ઉમદા હેતુથી જેજેસી સેન્ટ્રલ બોર્ડ મુંબઈ દ્વારા ‘વિલ યુ મેરી મી-૪’ યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેજેસી સેન્ટ્રલ બોર્ડ અને જેજેસી સેન્ટ્રલ બોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે આગામી શનિવાર, તા. ૧૨ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ સાંજે ૪ઃ૦૫ કલાકે મુંબઈના દાદર (પૂર્વ) સ્થિત યોગી સભાગૃહ ખાતે આ યુવા મેળો યોજાશે. આ મેળાના માધ્યમથી જૈન સમાજના લગ્નયોગ્ય યુવક-યુવતીઓને ઍકબીજા સાથે પરિચય કેળવવાની અને પોતાના જીવનસાથીની પસંદગી કરવાની તક મળશે. સાથે જ બંને પરિવારો વચ્ચે પણ પરસ્પર ઓળખાણ અને સમજણ વધશે. આ કાર્યક્રમ અંગે વધુ માહિતી મેળવવા અને નોંધણી માટે જેજેસી વાપી મોબાઈલ નંબર ૯૮૨૫૩૧૬૧૦૫ પર સંપર્ક કરવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
