Damanganga Times.

Damanganga Times.

November 17, 2026

ગોડથલમાં પ્રેમ પ્રકરણમાં હુમલો અને ધમકીની ફરિયાદ

ગોડથલમાં પ્રેમ પ્રકરણમાં હુમલો અને ધમકીની ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૧૬ ઃ ચીખલી તાલુકાના ગોડથલગામે પ્રેમ સંબંધના મામલે યુવતીના ભાઈઍ ઍક પ્રેમીને લોખંડના પાઇપથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાતા બનાવની ફરિયાદ ચીખલી પોલીસ મથકે નોંધાય.

બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના ગોડથલ પટેલ ફળિયા ખાતે રહેતો વિશ્લેષ વીરચંદભાઈ પટેલ જે તેના મિત્ર સાથે ગોડથલ માળી ફળિયા ખાતે આવેલ ડુંગરી ઉપર ફરવા માટે ગયા હતા.

દરમિયાન ગોડથલ માળી ફળિયા ખાતે રહેતો શિવમ કુમાર જીગ્નેશભાઈ પટેલ જે આવી વિસ્લેશભાઈને જણાવેલ કે તું મારી બેન સાથે કેમ ફોન ઉપર વાત કરે છે. જે અદાવત રાખી શિવમ પટેલે ફરિયાદીને સાથે બોલાચાલી કરી ઝઘડો તથા ગાળા ગાળી કરી ઉશ્કેરાઈ જઇ પોતાની સાથે લાવેલ લોખંડના પાઇપ વડે વિસ્લેશ પટેલને મારવા જતા માથાના ભાગે તેમજ પીઠના ભાગે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી અપાતા બનાવ અંગેની ફરિયાદ વિશ્લેષ પટેલે ચીખલી પોલીસ મથકે નોંધાવતા બનાવની વધુ તપાસ ચીખલી પોલીસે હાથ ધરી છે.