Damanganga Times.

Damanganga Times.

November 17, 2026

વાપીમાં ૨૨૭મી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી

વાપીમાં ૨૨૭મી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૬ ઃ વાપીના જમનાનગર ખાતે નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા શ્રી જલારામ સંસ્થાન ટ્રસ્ટ સંચાલિત જલારામ મંદિરે સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભજન-કીર્તન અને જય જલારામના નાદથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.

જન્મજયંતિ નિમિત્તે મંદિર ખાતે હવન, ભજન-કીર્તન, બપોરે મહાઆરતી તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદનો અંદાજે ૧૫ હજારથી વધુ ભક્તોઍ લાભ લઈ જલારામ બાપાના આશીર્વાદ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વાપીના આનંદ નગર અને જમનાનગર ખાતે મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલું આ મંદિર શ્રી જલારામ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. મંદિરની સ્થાપના ૪ મે, ૨૦૦૨ના રોજ કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે જલારામ જયંતિ સહિત રામનવમી, જન્માષ્ટમી અને મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

મંદિરમાં દર ગુરુવારે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો તેમજ જલારામ બાપાના ભક્તો માટે મહાપ્રસાદનું વિતરણ પણ કરવામાં આવે છે. મંદિરના વહીવટમાં ટ્રસ્ટના પ્રમુખ રજનીકાંતભાઈ જોશી, ખજાનચી સુધીરભાઈ દેસાઈ અને મંત્રી રાજેશભાઈ છોટુભાઈ પટેલ સેવા આપી રહ્ના છે.