દમણમાં પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી
- byDamanganga Times
- 17 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૧૬ ઃ રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ પ્રશાસને આજે કલેક્ટર કચેરી, મોટી દમણ ખાતે ઍક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા માહિતી અને પ્રચાર વિભાગના નિયામક અને સંયુક્ત સચિવ નાગેન્દ્ર ત્રિપાઠીઍ કરી હતી. દમણ અને દીવના પ્રાદેશિક પ્રચાર અધિકારી પ્રિયાંશુ સિંહ અને વિભાગના કર્મચારીઓ, દમણ, દાદરા અને નગર હવેલી અને વાપી-વલસાડ પ્રદેશના મીડિયા પ્રતિનિધિઓ સાથે, ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન, નાગેન્દ્ર ત્રિપાઠીઍ રાષ્ટ્રીય પ્રેસ દિવસના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ સ્વતંત્ર અને જવાબદાર પત્રકારત્વ, પ્રેસની સ્વતંત્રતા અને લોકશાહીમાં મીડિયાની મહત્વપૂર્ણ ભૂમિકાના મૂલ્યોને યાદ કરવાનો ઍક અવસર ગણાવ્યો હતો. આ વર્ષની થીમ, પત્રકારત્વ લોકપ્રિયતાવાદી કે જવાબદાર? પર પોતાના વિચારો વ્યક્ત કરતાં તેમણે કહ્નાં કે પત્રકારત્વનો ધ્યેય ફક્ત લોકપ્રિયતા મેળવવાનો ન હોવો જોઈઍ, પરંતુ સત્ય અને તથ્યો પર આધારિત જાહેર હિતમાં સમાચાર રજૂ કરવાનો હોવો જોઈઍ.કાર્યક્રમમાં હાજર મીડિયા પ્રતિનિધિઓઍ પત્રકારત્વના બદલાતા સ્વભાવ, મીડિયાની જવાબદારીઓ અને લોકશાહી સમાજમાં પ્રેસની ભૂમિકા સંબંધિત વિવિધ પાસાઓ પર પણ પોતાના વિચારો શેર કર્યા. કાર્યક્રમ દરમ્યાન પત્રકારત્વના મૂળભૂત આદર્શો અને સામાજિક જવાબદારી - ને જાળવી રાખવાની પ્રતિજ્ઞા લેવાઈ હતી.
