Damanganga Times.

Damanganga Times.

November 17, 2026

દાનહના તડકેશ્વર મહાદેવ મંદિરે પ્રશાસકે દર્શન કર્યા

દાનહના તડકેશ્વર મહાદેવ મંદિરે પ્રશાસકે દર્શન કર્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા.૧૬ ઃ દાદરા અને નગર હવેલીના પ્રસિદ્ધ તડકેશ્વર મહાદેવ મંદિરની રવિવારે પ્રશાસક પ્રફુલ્લ પટેલે મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં ભગવાન શિવનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતાં.

આ મુલાકાત દરમિયાન પ્રશાસકે મંદિર સુધી પહોંચતા માર્ગનું નિરીક્ષણ કરી રસ્તાની સ્થિતિ તેમજ શ્રદ્ધાળુઓની સુવિધા અંગેની વિવિધ બાબતોની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને માર્ગની જરૂરી મરામત અને સુધારણા કામગીરી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચના આપી હતી. સાથે જ મંદિરની મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સરળ, સુરક્ષિત તથા સુવિધાજનક અવરજવર મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા સુનિડ્ઢિત કરવા જણાવ્યું હતું.