Damanganga Times.

Damanganga Times.

November 17, 2026

દમણમાં છઠ્ઠ પૂજાના વ્રતધારીઓ અને શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પ યોજાયો

દમણમાં છઠ્ઠ પૂજાના વ્રતધારીઓ અને શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૬ ઃ લોકઆસ્થાના મહાપર્વ છઠ્ઠ પૂજાના પાવન અવસરે ભારતીય તૈલીક સાહુ રાઠોડ મહાસભા, દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા નાની દમણ જેટી દરિયાકિનારે આવેલા છઠ્ઠ ઘાટ પર વ્રતધારીઓ અને શ્રદ્ધાળુઓની સેવા માટે વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેવા કેમ્પમાં છઠ્ઠ વ્રતધારીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પીવાનું પાણી, ચા, ગરમ પાણી તેમજ ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવા માટે શુદ્ધ ગાયના દૂધની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સેવા કાર્યમાં મહાસભાના હોદ્દેદારો અને સમાજના સભ્યોઍ ઉત્સાહ અને સમર્પણ સાથે ભાગ લીધો હતો. તમામ સભ્યોઍ સાથે મળીને છઠ્ઠ વ્રતધારીઓની સેવા કરી હતી અને પવિત્ર પર્વ નિમિત્તે સેવા, સહયોગ અને સામાજિક ઍકતાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે મહાસભાના પ્રદેશ અધ્યક્ષ સંજય સાહ, ઇન્દ્રભાન ગુા, વિષ્ણુ ગુા, સચિન કુમાર, પ્રકાશ તેલી, બુધન સાહ, સોનુ કુમાર, કાશી, નિકેશ કુમાર, બૃજેશ ગુા, મુન્ના સાહુ, મનોજ ગુા, દીપક ગુા, ત્રિભુવન ગુા સહિત સમાજના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્ના હતા અને સેવા કાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અંતમાં મહાસભા દ્વારા તમામ છઠ્ઠ વ્રતધારીઓ અને શ્રદ્ધાળુઓને છઠ્ઠ મહાપર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી તેમના સુખ, સમૃદ્ધિ અને મંગલમય જીવનની કામના કરવામાં આવી હતી.