વાપીનું શ્રી સિદ્વનાથ મિત્ર મંડળ દ્વારા જલારામ જ્યંતિની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 17 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૬ ઃ વર્ષોથી શ્રી સિદ્ધનાથ મિત્ર મંડળે માત્ર ધાર્મિક ઉત્સવો જ નહીં, પરંતુ સમાજમાં ઍકતા, ભાઈચારો, સેવા, સંસ્કાર અને પરસ્પર સહકારની ભાવનાને જીવંત રાખી છે. અનેક વડીલો, યુવાનો, બહેનો અને ભક્તજનોઍ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. કેટલાક આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનું કાર્ય અને સ્મૃતિઓ હંમેશા આપણી સાથે છે.
મંડળ દ્વારા દર વર્ષે પરમ પૂજ્ય શ્રી જલારામ બાપાના જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ આયોજનનો પ્રારંભ ૧૬ વર્ષ પહેલા બબલીબેન ઉર્ફે સરિતાબેન મણિલાલ નાયકની આગ્રહભરી રજૂઆતથી થયો હતો. પહેલી પૂજામાં બકુલભાઈ નાયક અને રમીલાબેન નાયક બેઠા હતા. આ વર્ષે આ ઉત્સવ ૧૭મા વર્ષમાં પ્રવેશ કરે છે. દેવજ્ઞ સમાજ સહિત દરેક જ્ઞાતિના રહેવાસીઓઍ સહકાર આપ્યો છે. મેન્યુલભાઈઍ જલારામ બાપાની ઝૂંપડીનો કાયમી ઢાંચો બનાવી આપ્યો હતો.
વર્ષ ૨૦૨૬માં ગણેશ મહોત્સવે ૩૯ વર્ષ પૂર્ણ કર્યા છે અને ૨૦૨૭માં તે ૪૦મા વર્ષમાં પ્રવેશ કરશે. બિહારથી આવતા શ્રી રામવૃક્ષજી મહારાજ અને તેમના હેન્ડીકેપ પુત્ર રામુઍ સતત ૨૬ વર્ષ સુધી મંડપમાં રહીને સેવા આપી હતી. આશરે બે વર્ષ પહેલા રામવૃક્ષજી મહારાજનું અવસાન થયું હતું. મંડળ તેમને શ્રદ્ધાંજલિ અર્પે છે. જાડી આમલી પાસે રહેતા રઉફ હમીદભાઈ શેખે પણ વર્ષો સુધી સહકાર આપ્યો હતો.
ઍક સમયે સિદ્ધનાથ ફળિયામાં નવરાત્રી ખૂબ ધામધૂમથી ઉજવાતી હતી. મુંબઈથી પધારતા નટવરલાલ ઍન. જોશી ઉર્ફે છનું કાકા ચાંદીના મંદિરમાં મા અંબાની આરાધના કરતા હતા. પારડીના ૧૧ બ્રાહ્મણો સાથે વિધિઓ થતી હતી. સવારે સાત વાગ્યે ગ્રામોફોન પર ઙ્કઆવ્યા અંબામાતાના નોરતાઙ્ખ ગરબો વાગતો હતો.
પારુલબેન નાયકના નેતૃત્વમાં આરતી સજાવટ હરીફાઈ, છપ્પન ભોગ, સંગીત ખુરશી, શરદ પૂનમના દૂધ-પૌંઆ સહિત અનેક કાર્યક્રમો થતા હતા. ભક્તોના સહકારથી રૂ. ૫૫,૦૦૦થી ૬૦,૦૦૦ના સાધનો વસાવવામાં આવ્યા હતાં. આશરે ૫૦ વર્ષથી વિના મહેનતાણે સેવા કરતા પૂજારી દિનેશભાઈ અમરતભાઈ કારભારિનું સન્માન કરવામાં આવ્યું હતું. મંદિર નિર્માણ બાદ ૪૦થી ૫૦ વર્ષે પહેલીવાર સંપૂર્ણ રંગરોગાન થયું હતું. નરેન્દ્ર મોહનજી નાયક ઉર્ફે નંદુભાઈના હસ્તે આ કાર્ય થયું. નિમેશભાઈ શાસ્ત્રીના આચાર્યપદે ૧૧ બ્રાહ્મણો દ્વારા વિધિ થઈ, જેમાં ૧૧ જોડાં પાસેથી કોઈ રકમ લેવામાં આવી નહોતી. જૂના કૂવા અને હવાડાની સેવા, મગનભાઈ પટેલની રહેટ સેવા, પાણીની પરબ, આઝાદીના ૫૦ વર્ષની ઉજવણી, સ્વાતંત્ર્ય સેનાની અમૃતભાઈ નાયકનું તામ્રપત્ર, રાસ-ગરબા હરીફાઈમાં બહેનોની સફળતા અને ક્રિકેટની યાદો આજે પણ જીવંત છે. મંડળ તમામ દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પે છે.
