વલસાડ-કૈલાસ રોડ બ્રિજ ૪ દિવસ માટે બંધ
- byDamanganga Times
- 17 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ વલસાડ શહેરની ઔરંગા નદી પર બની રહેલા નવા કૈલાસ રોડ બ્રિજ પર માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, વલસાડ દ્વારા ગર્ડર લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ મહત્વપૂર્ણ કામગીરીને ધ્યાનમાં રાખીને જાહેર જનતાની સુરક્ષા અને સુવિધા માટે તંત્ર દ્વારા ૪ દિવસ માટે ટ્રાફિક પ્રતિબંધ જાહેર કરવામાં અ ાવ્યો છે. માર્ગ અને મકાન વિભાગની જાહેરાત મુજબ, તા. ૧૭/૧૧/૨૦૨૬ ના સવારે ૭ઃ૦૦ વાગ્યાથી તા. ૨૦/૧૧/૨૦૨૬ ના રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યા સુધી (કુલ ૪ દિવસ માટે) આ માર્ગ પર સંપૂર્ણ ટ્રાફિક બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વલસાડ કૈલાસ રોડ સ્મશાન ભૂમિથી વેજલપોર ગ્રામ પંચાયતના ગેટ સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
કામગીરી દરમિયાન અવરજવર કરતા તમામ વાહનચાલકોને આ રસ્તાને બદલે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. વધુમાં, બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન થતી અસુવિધા બદલ વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ દ્વારા નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
