વાપી થર્ડ ફેસના ફલેશ્વર મંદિરે જલારામ જયંતિ ઉજવાઈ
- byDamanganga Times
- 17 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ આજે વાપી જીઆઇડીસી ના થર્ડ ફેસ ખાતે આવેલા કોચરવા-વડિયાવાડ સ્થિત શ્રી મહાફળેશ્વર મંદિર સંકુલમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના ટ્રસ્ટી અને હરિઓમ મિત્ર મંડળના વડા ધીરુભાઈ અને તેમની સમગ્ર ટીમ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જલારામ જયંતીના શુભ અવસર પર, સંત શ્રી જલારામ બાપાની -થમ ધાર્મિક પૂજા અને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ, મહા-સાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બપોરે ૩,૦૦૦ થી વધુ તેમજ સાંજે ૪,૦૦૦ થી વધુ જલારામ બાપાના ભક્તોઍ ભક્તોઍ મહા-સાદનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ધીરુભાઈ પટેલ ના શ્રી હરિ ઓમ મિત્ર મંડળ દ્વારા અહીં છેલ્લા ૨૧ વર્ષથી જલારામ જયંતિ નિમિત્તે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી રહ્ના છે. તેમની સાથે સમગ્ર હરિઓમ મિત્ર મંડળ ટીમ તેમના સમર્પણ અને સેવાથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
