Damanganga Times.

Damanganga Times.

November 17, 2026

કુંડીમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા

કુંડીમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૬ ઃ  અન્નદાન, વસ્ત્રદાન ગરીબ છાત્રોને પુસ્તકીય સહાય તથા શિષ્ટવૃતિ નેત્રહીન તથા અશકત લોકોને આર્થિક સહાય તેજસ્વી તારલાઓનું સન્માન કરી જલારામ જયંતિ સાર્થક કરતું કુંડી ગામનું જલારામ મંદિર કુંડીવલસાડમાં આવેલ જલારામ મંદિરના પટાંગણમાં  વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરી સાચા અર્થમાં જલારામ જયંતિ સાર્થક કરવામાં આવી હતી. જલારામ સેવા ટ્રસ્ટે દીન-દુખિયાના બેલી નિરાધાર ના આધાર અને ભુખ્યાના ભગવાન ઍવા પૂજય જલારામ બાપાના સંકલ્પો પુરા પાડવા માટે આર્થિક રીતે સંકડામણને કારણે ખચકાટ અનુભવતા વિદ્યાર્થીઓને  શિષ્ટવૃતિ આપી વિદ્યાર્થીઓના જીવનમાં મહેક પ્રગટાવી હતી. તથા સમાજના અકિંચન નિઃસહાય લોકોને અન્નદાન વસ્ત્રદાન તથા તેજસ્વી તારલાઓનું સન્માન તથા ગરીબ છાત્રોને અભ્યાસના પુસ્તકો તથા સાહીત્યો વિના મુલ્યે પુરા પાડી જલારામ જયંતિનો સંકલ્પ પુરો પાડયો હતો. જલારામ મંદિરના પ્રમુખ રામુભાઈ ફુલચંદભાઈ પટેલ થતા ઉપપ્રમુખ  ચંદ્રકાંતભાઈ ઍન પટેલે જણાવ્યુ હતુ કે તેમના ટ્રસ્ટે જલારામ ધામના માઘ્યમથી શિક્ષણ તથા સમાજ સેવાના કાર્યો ઉપાડયા છે. તેના પરિણામે સમાજના ગરીબ પરિવારના છાત્રો જેઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે ઍમ ન હતા. તેવા વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરતા, આ વિદ્યાર્થીઓ કારકીર્દીનું ધડતર કરી રહ્ના છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મહાપ્રસાદનું આયોજન કરાયુ હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભકતોઍ મહાપ્રસાદ તથા આરતીનો લાભ લીધો હતો. આ કાર્યકમની શોભા વધારવા વલસાડ જીલ્લાના ધારાસભ્ય ભરતભાઈ કે.પટેલ, ઉદ્યોગપતિ મલ્લિકાબેન ઍમ.પટેલ તથા પાટીદાર આગેવાન  ભીખુભાઇ જી.પટેલ, તથા મુખ્યદાતા  રમેશભાઈ પ્રજાપતિ, પારસી અગ્રણીય રોહીન્ટનભાઇ, જુજવા કેળવણી મંડળના પ્રમુખ સુનિલભાઇ આર.પટેલ, વેપારી અગ્રણીય ચંદુભાઇ બાથાણી તથા ઉમિયા શોસિયલસના ટ્રસ્ટ ના  રૂપેશભાઇ ઢાણિયા તથા  વિરેન્દ્ર આર. મહેતા વિગેરે હાજર રહયા હતા.