હાલર રોડ પરના દેવપ્રયાગ ઍપાર્ટમેન્ટના પ્રવેશદ્વારે કચરામાં આગ
- byDamanganga Times
- 10 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૯ ઃ વલસાડ શહેરના હાલર રોડ પર સ્થિત દેવપ્રયાગ ઍપાર્ટમેન્ટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ઍકાઍક કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી. ઍપાર્ટમેન્ટના પ્રવેશદ્વાર નજીક જ આગ લાગવાના કારણે સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓમાં થોડા સમય માટે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક વલસાડ નગરપાલિકા ફાયર વિભાગને કરવામાં આવી હતી. બનાવની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોઍ પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
ફાયર વિભાગની સમયસરની કામગીરીના પગલે આગ વધુ ફેલાતી અટકી હતી, જેના કારણે મોટી હોનારત કે નુકસાન ટળી ગયું હતું. આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતાં સ્થાનિક રહીશોઍ રાહતનો શ્વાસ લીધો છે.
