વાપી પંથકમાં દિવાળીઍ ૮થી ૯ સ્થળે આગના બનાવો
- byDamanganga Times
- 10 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૯ ઃ વાપી પંથકમાં દિવાળીના દિવસે ફટાકડાનાં કારણે આગ લાગવાની ૮થી ૯ ઘટનાઓ બની હતી. જોકે વાપી મહાનગર પાલિકા ફાયર વિભાગના જવાનોઍ ત્વરિત દોડી જઈને આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી. આનંદની વાત ઍ છે કે આ તમામ ઘટનાઓમાં કોઈ દાઝવાનો કે જાનહાનિનો બનાવ બન્યો ન હતો.
પ્રા માહિતી મુજબ દિવાળીની રાત્રે ચણોદ, ભડકમોરામાં ઍક દુકાનમાં, ચલા વી ટુ સિગ્નેચર કોમન પ્લોટમાં,વાસ્તવ પાર્ક, ખડકલા ભીંડી ઝાડ માં,ડુંગરી ફળિયા ભંગારની ગોડાઉનમાં, ટુકવાડા સહિતના વિસ્તારોમાં આગ લાગી હતી. કેટલીક જગ્યાઍ ફટાકડાની ચિનગારી ઉડીને સૂકા કચરા, ઘાસ કે કપડાંમાં પડતા આગ ભભૂકી ઉઠી હતી. જ્યારે ઍક-બે જગ્યાઍ દુકાનની બહાર રાખેલા ફટાકડાના સ્ટોક નજીક ચિનગારી પડતા ધુમાડો જોવા મળ્યો હતો. આથી આસપાસના લોકોમાં થોડીવાર માટે ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાની સાથે જ મનપા ફાયર સ્ટેશનથી ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોઍ પણ પાણી અને રેતી નાખીને આગ બુઝાવવામાં મદદ કરી હતી. ફાયરના જવાનોઍ સતત દોડધામ કરીને ઍક પછી ઍક સ્થળે આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે કેટલીક જગ્યાઍ સામાન્ય નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ સમયસર કાર્યવાહીના કારણે નુકસાન વધુ વધતું અટક્યું હતું.
દિવાળી નિમિત્તે ફાયર વિભાગ આખી રાત સતર્ક રહ્ના હતો. સમગ્ર પંથકમાં ફાયરની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. ફાયર અધિકારીઓઍ લોકોને ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા, બાળકોને ઍકલા ફટાકડા ન ફોડવા દેવા, સૂકા ઘાસ, પેટ્રોલ, કાપડ જેવી જ્વલનશીલ વસ્તુઓથી દૂર રહીને ફટાકડા ફોડવા અને આગ લાગે તો તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવા અપીલ કરી છે.
