કોચરવાના શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરમાં જલારામ જયંતીની ઉજવણી થશે
- byDamanganga Times
- 09 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ વાપી જીઆઈડીસીના થડફેસ ખાતે આવેલા શ્રી ફલેશ્વર મહાદેવ મંદિર ખાતે હરિ ઓમ મિત્ર મંડળ દ્વારા આગામી તા. ૧૬ નવેમ્બર, ૨૦૨૬ને સોમવારના રોજ સાર્વજનિક જલારામ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
વાપી જીઆઈડીસી નજીક કોચરવા ગામે કાર્યરત હરિ ઓમ મિત્ર મંડળ દ્વારા આયોજિત આ મહોત્સવ અંતર્ગત સવારે ૧૧ કલાકે જલારામ બાપાની પધરામણી કરવામાં આવશે. ત્યારબાદ બપોરે ૧૨ઃ૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૮ઃ૩૦ કલાકે સમૂહ આરતી યોજાશે અને રાત્રે ૯ઃ૩૦ કલાકથી ભજન-કીર્તન તથા રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવશે.
આ ધાર્મિક મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે કપરાડાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે.
સમગ્ર કાર્યક્રમનું આયોજન હરિ ઓમ મિત્ર મંડળના પ્રમુખ ધીરુભાઈ પટેલ તથા મંડળના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્નાં છે. મંડળ દ્વારા ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જલારામ જયંતિ મહોત્સવનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
