Damanganga Times.

Damanganga Times.

November 09, 2026

સોનવાડા આશ્રમશાળાના બાળકો સાથે દિવાળીની અનોખી ઉજવણી

સોનવાડા આશ્રમશાળાના બાળકો સાથે દિવાળીની અનોખી ઉજવણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૮ ઃ  સામાજિક અને સેવાકીય ક્ષેત્રે અગ્રેસર રહેતા વલસાડ તાલુકાના રોલા ગામ વિકાસ ટ્રસ્ટ દ્વારા દીપાવલી પર્વ નિમિત્તે ઍક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ અને વલસાડ તાલુકા પંચાયત વાસણ બેઠકના ભાજપી સભ્ય ચિંતનભાઈ પટેલ તથા તેમની ટીમ દ્વારા વલસાડની સોનવાડા આશ્રમશાળા માં  બાળકો સાથે દિવાળીની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

દિવાળીના પાવન અવસર પર આશ્રમશાળાના બાળકોના ચહેરા પર સ્મિત રેલાવવાના ઉમદા હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકો માટે સામૂહિક ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન બાદ બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને ફોડીને બાળકો હર્ષોલ્લાસમાં આવી ગયા હતા. સાથોસાથ ડીજેના તાલે ગીતો પર બાળકો મન મૂકીને ઝૂમી ઊઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ ખુશીઓથી ગુંજી ઊઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રોલા ગામ વિકાસ ટ્રસ્ટ અને ચિંતનભાઈ પટેલની ટીમ દ્વારા વિસ્તારમાં અવારનવાર વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યો કરવામાં આવે છે. ગામ અને આસપાસના ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે સતત મદદરૂપ બનતી આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની સ્થાનિક રહીશો મુક્ત કંઠે પ્રશંસા કરી રહ્ના છે અને કાર્યકર્તાઓ પર આશીર્વાદ વરસાવી રહ્ના છે.