Damanganga Times.

Damanganga Times.

November 07, 2026

વાંસદામાં દિવાળીનું હાટબજાર જામ્યું

વાંસદામાં દિવાળીનું હાટબજાર જામ્યું



વાંસદા પંથકમાં દર શુક્રવારે હાટ બજાર ભરાય છે પણ તહેવારોના દિવસોમાં બજારમાં વધુ ભીડ જામતી હોય છે. જેમાં હાલ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દિવાળીના આગલા શુક્રવારના રોજ વાંસદામાં ભરાયેલા હાટ બજારમાં હજારોની જનમેદની ઉમટી પડી હતી. વાંસદા, નવસારી, ડાંગ, વલસાડ, સુરત સહિત મહારાષ્ટ્રથી નાનામોટા અનેક વેપારીઓઍ પોતાની દુકાન અને સ્ટોલ લગાવી સારીઍવી રોજગારી મેળવી હતી.