Damanganga Times.

Damanganga Times.

November 07, 2026

દાંડી વિનય મંદિરમાં વાલી મિટિંગ યોજાઈ

દાંડી વિનય મંદિરમાં વાલી મિટિંગ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૦૬ ઃ દાંડી ગામની ઐતિહાસિક હાઇસ્કુલ વિનય મંદિર દાંડી ખાતે ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષાની ઉત્તરવહીઓના નિદર્શન તથા વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેળવણી મંડળ દાંડીના પ્રમુખ તથા ગાંધી ઍન્જિનિયરિંગ કોલેજના સંચાલક સુરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્ના હતાં.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓઍ ઉત્સાહભેર હાજરી આપી પોતાના બાળકોની શૈક્ષણિક પ્રગતિ અને પરીક્ષાના પરિણામોનું અવલોકન કર્યું હતું. વાલીઓઍ શિક્ષકો સાથે સીધો સંવાદ કરી વિદ્યાર્થીઓની શૈક્ષણિક સ્થિતિ, અભ્યાસની પદ્ધતિ, પ્રગતિ તથા સુધારાની જરૂરિયાતો અંગે ચર્ચા કરી હતી.

આ પ્રસંગે સુરેશભાઈ પટેલે વાલીઓને સંબોધતાં જણાવ્યું હતું કે બાળકના સર્વાંગી વિકાસમાં શાળા અને પરિવાર બંનેની સહિયારી જવાબદારી છે. માત્ર પરીક્ષાના ગુણ જ નહીં, પરંતુ બાળકમાં સંસ્કાર, શિસ્ત, જવાબદારી અને જીવનલક્ષી કૌશલ્યોનો વિકાસ થાય તે પણ ઍટલું જ મહત્ત્વનું છે. વાલીઓઍ બાળકોના અભ્યાસમાં રસ દાખવી શિક્ષકો સાથે સતત સંવાદ જાળવવો જોઈઍ. શાળાના આચાર્યશ્રી ડૉ.યોગેશ ગોરાનેઍ વાલીઓની બહોળી ઉપસ્થિતિ બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વાલી અને શાળા વચ્ચેનો સેતુ જેટલો મજબૂત હશે તેટલું વિદ્યાર્થીનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનશે. વાલીઓના સકારાત્મક પ્રતિસાદ અને સહભાગિતાથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.