Damanganga Times.

Damanganga Times.

November 07, 2026

વાંસદા શ્રી જલારામ બાપાના મંદિરે જલારામ જયંતી નિમિત્તે મીટીંગ યોજાઈ

વાંસદા શ્રી જલારામ બાપાના મંદિરે જલારામ જયંતી નિમિત્તે મીટીંગ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાંસદા, તા. ૦૬ ઃ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતી પ્રસંગે જલારામ બાપાના મંદિરે આગોતરા મીટીંગ રાખવામાં આવી હતી. મિટિંગમાં જલારામ બાપાની જન્મ જયંતી તારીખ ૧૬.૧૧.૨૦૨૬ના રોજ ધામધૂમથી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું. જેમાં મંદિરના પ્રમુખ નટુકાકા, મંત્રી ભૂપેનકાકા મંદિરના ટ્રસ્ટીઓ, નગરના સરપંચ ગુલાબભાઈ, મુકુંદકાકા, વિરલકાકા, રાકેશભાઈ, પધ્યુમનકાકા, મુકેશકાકા, ભરતકાકા, ચાવડાકાકા, મયુરકાકા તેમજ નગર શ્રેષ્ઠી હાજર રહ્ના હતાં. તમામે પોતાની યથા શક્તિ પ્રમાણે દાન નોંધાવી પૂજ્ય બાપાની જન્મ જયંતી ધામ ધૂમથી ઉજવાય ઍવી આયોજન કર્યું. અંતે મંત્રી ભૂપેન કાકા ઍ તમામ દાતા તથા પધારેલ મહાનુભાવોના આભાર વ્યક્ત કરી જલારામ જયંતીમાં પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું હતું.