Damanganga Times.

Damanganga Times.

November 07, 2026

ખેરગામ-ચીખલીમાં અધ્યતન પુસ્તકાલય બનશે

ખેરગામ-ચીખલીમાં અધ્યતન પુસ્તકાલય બનશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ખેરગામ, તા.૦૬ ઃ નવસારી જિલ્લાના ત્રણ આદિવાસી તા.ના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉત્તમ સુવિધા મળી રહે તેવા હેતુથી  ચીખલી, ખેરગામ અને વાંસદા ખાતે ત્રણ આધુનિક- ભગવાન બિરસા મુંડા પુસ્તકાલય-નું નિર્માણ કરવામાં આવશે. જેની ખાતમુહૂર્ત વિધિ વાસદા ના ઘોડમાળ ખાતે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા આદિવાસી વિકાસ મંત્રી નરેશ પટેલ દ્વારા મંગળવારે સવારે કરવામાં આવી. જેનાથી ત્રણેય તાલુકાના આદિવાસી યુવાધનમાં ભણતર તરફનો ઉત્સાહ વધ્યો છે. 

 ચીખલી ખાતે રૂ.૭.૪૩ કરોડના ખર્ચે ૨૩૮ બેઠક ક્ષમતા ધરાવતી ભોંય તળિયુ બે માળનુ આધુનિક  પુસ્તકાલય બનશે. જેમાં નીચે વરિષ્ઠ નાગરિકો માટે વાંચન સુવિધા અને ૧૫ હજાર પુસ્તકોના સંગ્રહની ક્ષમતા રહેશે. પ્રથમ માળે કન્યાઓ માટે વાંચન ખંડ અને ડિજિટલ લાઈબ્રેરી, જ્યારે બીજા માળે યુવકો માટે વાંચન હોલ, રેફરન્સ વિભાગ અને કોન્ફરન્સ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાશે. 

ખેરગામ ખાતે પણ રૂ.૭.૫૦ કરોડના ખર્ચે ૨૫૬૨ ચોરસ મીટર વિસ્તારમાં ૨૩૮ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી ભોંય તળિયું બે માળનું અધ્યતન પુસ્તકાલયનું નિર્માણ થશે. જેમાં વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ વાંચન ખંડ, હાઈટેક ડિજિટલ સેમિનાર રૂમ તથા અંદાજે ૨૨,૫૦૦ પુસ્તકોના સંગ્રહની સુવિધા ઊભી કરવામાં આવશે. આ જ પ્રમાણે  વાસદા ખાતે પણ પુસ્તકાલયના મકાનનું નિર્માણ થશે.