બીલીમોરાની બ્રાઇટ સ્ટાર અને જે. જે. મહેતા સ્કૂલમાં દિવાળીની ઉજવણી થઈ
- byDamanganga Times
- 07 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૬ ઃ બ્રાઇટ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ અને જે. જે. મહેતા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓઍ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. કાર્યક્રમમાં બ્રાઇટ સ્ટાર સ્કૂલના વિદ્યાર્થીઓઍ ‘રામસેતુ નિર્માણમાં ખિસકોલીનું યોગદાન’ વિષય પર પ્રેરણાદાયી નાટક રજૂ કર્યું હતું, જેમાં સત્કાર્યમાં નાનામાં નાના -યાસનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે જે. જે. મહેતા સ્કૂલના વિદ્યાર્થીઓઍ ૧૪ વર્ષના વનવાસ બાદ પ્રભુ શ્રીરામના અયોધ્યા આગમન અને સ્વાગત પર આધારિત ભાવસભર નૃત્ય રજૂ કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.આ ઉપરાંત વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખીલવવા દીવડા સુશોભન (દિયા ડેકોરેશન) અને રંગોળી સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. નવી પેઢી ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમની સફળતા બદલ શાળા ટ્રસ્ટના પ્રમુખ ડૉ. સૂર્યાકાન્ત પટેલ, મંત્રી નીના મહેતા, ટ્રેઝરર મનીષ દેસાઈ તેમજ ટ્રસ્ટીઓ જયશ્રીબેન દેસાઈ, પ્રથમેશ વશી અને અશોક ભટ્ટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા.
