Damanganga Times.

Damanganga Times.

November 07, 2026

સરીગામ રોટરી ક્લબ દ્વારા અનાથ બાળકોને જીવનજરૂરી કિટનું વિતરણ

સરીગામ રોટરી ક્લબ દ્વારા અનાથ બાળકોને જીવનજરૂરી કિટનું વિતરણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૦૬ ઃ રોટરી ક્લબ ઓફ સરીગામ દ્વારા માંડા પ્રાથમિક શાળા ખાતે અનાથ બાળકો માટે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ ૬૫ બાળકોને જીવનજરૂરી કિટ સાથે મીઠાઈ તથા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે રોટરી ક્લબના તમામ દાતાઓનો સેક્રેટરી રો.જૈવીક પટેલે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને ક્લબ પ્રમુખ રેશ્મા રાવના ભાઈ શ્રી રાજા રાવ દ્વારા દરેક દીકરી અને દીકરા માટે ચારથી વધુ જોડી કપડાંનું ઉદારતાપૂર્વક દાન આપવામાં આવ્યું હતું. તેમના આ સેવાભાવી યોગદાનની ઉપસ્થિત સૌઍ પ્રશંસા કરી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધારવા બદલ રાજુભાઈ, જે.બી. પટેલ, ભરતભાઈ જાની, મૌલિકભાઈ અને સુભાષભાઈનો પણ વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સેવા, સહકાર અને સંવેદનાની ભાવના સાથે રોટરી ક્લબ ઓફ સરીગામ સમાજસેવાના કાર્યોમાં સતત કાર્યરત છે.