ભડકમોરમાં બંધ દુકાનમાં આગથી દોડધામ
- byDamanganga Times
- 06 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૫ ઃ વાપીના ભડકમોર વિસ્તારમાં આવેલી ઍક બંધ દુકાનમાં આજે અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.
આગ જોતજોતામાં તેની આજુબાજુ આવેલા કાચા મકાનો પણ લપેટમાં આવી ગયા હતા. આગની જ્વાળાઓ દૂર સુધી જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ વાપી મહાનગરપાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોઍ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાન અને મકાનોમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
