Damanganga Times.

Damanganga Times.

November 05, 2026

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીનો અખત્યાર સંભાળતા વંદના મીણા

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીનો અખત્યાર સંભાળતા વંદના મીણા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૪ ઃ વલસાડ જિલ્લા વિકાસ અધિકારી તરીકે વંદના મીણાઍ તેમનો અખત્યાર સંભાળી લીધો છે. ઉલ્લેખનીય છે કે, અતિરાગ ચપલોતની બદલી કચ્છ-ભુજ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીઍ અખત્યાર સંભાળી નવા જિલ્લા પંચાયત ભવનનું નિરીક્ષણ અને અધિકારીઓ પાસે કામગીરીની માહિતી મેળવી હતી. તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી પણ તેમની સાથે જોડાયા હતા.  વંદના મીણા ભારતીય વહીવટી સેવામાં ગુજરાત કેડર ૨૦૨૨ બેચ અધિકારી અને રાજસ્થાનના વતની છે. તેમણે ગ્.લ્ણૂ. (ર્પ્ીદ્દર્ત્ર્ફૂીદ્દજ્ઞ્ણૂસ્ન્ ણ્ંઁં્યશ્વસ્ન્) નો અભ્યાસ કર્યો છે. તેઓ અગાઉ મદદનીશ કલેકટર તરીકે મોડાસા, મદદનીશ કલેકટર કેશોદ, જુનાગઢ અને ઓકટોબર-૨૬ થી પ્રાયોજના વહીવટદાર મહિસાગર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.