વાપીમાં ફરી શાકભાજીની લારીઓના દબાણ
- byDamanganga Times
- 05 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૪ ઃ વાપી ટાઉનના નાઝા બાઈ રોડ તેમજ વ્હોરા મસ્જિદથી માછીમાર્કેટ-કચીગામ રોડ સુધીના માર્ગ પર ફરી શાકભાજીની લારીઓ દ્વારા દબાણ કરવામાં આવતાં રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે.વાપી મહાનગરપાલિકા દ્વારા થોડા મહિના અગાઉ પોલીસને સાથે રાખીને ગેરકાયદે દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી સાંજે ૫ વાગ્યા બાદ ફરી રસ્તાની વચ્ચે શાકભાજીની લારીઓ ઊભી રાખીને વેચાણ શરૂ કરી દેવામાં આવતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. આથી સ્થાનિક લોકો અને રાહદારીઓઍ વાપી મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ તથા હોદ્દેદારો સમક્ષ ફરી દબાણો દૂર કરી માર્ગને ખુલ્લો કરાવવા કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે અગાઉ વાપી મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી આ માર્ગ ઉપરથી ગેરકાયદે દબાણો તેમજ બાંધકામ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો જે અંગે ખૂબ જ મોટી થી પણ વાપી મહાનગર પાલિકા દ્વારા પોલીસને ચૂકવાઇ હતી આ અંગે તાત્કાલિક વાપી મહાનગરપાલિકાના સત્તાધીશ પાર્ટીના હોદ્દેદારો તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરી રસતો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે.
