Damanganga Times.

Damanganga Times.

November 05, 2026

ચણવઈમાં સ્વચ્છતા અભિયાન યોજાયું

ચણવઈમાં સ્વચ્છતા અભિયાન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૪ ઃ ગ્ય્ત્ઘ્લ્ સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ વીક–૨૦૨૬ અંતર્ગત પ્ળ્ ભારત વલસાડ દ્વારા ચણવઈ ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં જિલ્લા યુવા અધિકારી આયુષ ચૌધરી, ચણવઈ ગ્રામ પંચાયતના સરપંચ સૌરભ પટેલ, તલાટી ગોવિંદભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય હેતલબેન પટેલ, સમાજસેવક યોગેશ પટેલ, પ્ળ્ ભારતના સ્વયંસેવકો અંજલિ, સ્નેહા, રામમનોહર, વંશ અને પલક તેમજ સ્થાનિક નાગરિકોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ સહભાગીઓઍ સાથે મળીને રસ્તાની આસપાસ સફાઈ અને કચરાનું ઍકત્રીકરણ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ યુવાનો અને સ્થાનિક નાગરિકોમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામૂહિક જવાબદારી અંગે જાગૃતિ લાવવાનો છે. આ અભિયાન દ્વારા પ્ળ્ ભારત વલસાડે સ્વચ્છ, સ્વસ્થ અને હરિત સમાજના નિર્માણનો સંદેશ આપ્યો હતો.