Damanganga Times.

Damanganga Times.

November 05, 2026

સેલવાસમાં માય ભારત દ્વારા જિલ્લાકક્ષાની ‘વિકસિત ભારત યુવા સંસદ’ યોજાઇ

સેલવાસમાં માય ભારત દ્વારા જિલ્લાકક્ષાની ‘વિકસિત ભારત યુવા સંસદ’ યોજાઇ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

સેલવાસ, તા. ૦૪ ઃ મેરા યુવા ભારત માય ભારત, સિલવાસા દ્વારા સોમવારે ઍસ.પી.જી. અબ્દુલ કલામ સરકારી કોલેજ ખાતે જિલ્લા કક્ષાની વિકસિત ભારત યુવા સંસદ-૨૦૨૭નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૮થી ૨૫ વર્ષના યુવાનોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્પર્ધામાં યુવાનોઍ ઍક રાષ્ટ્ર, ઍક ચૂંટણી વિષય પર પોતાના વિચારો અને દૃષ્ટિકોણ અસરકારક રીતે રજૂ કર્યા હતા. સ્પર્ધકોઍ લોકશાહી વ્યવસ્થા, ચૂંટણી પ્રક્રિયા તથા રાષ્ટ્રના વિકાસ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા.

સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રતન યાદવે પ્રથમ, રાહિલા માવજીવે દ્વિતીય અને અંશુમાન શેટે તૃતીય સ્થાન મેળવ્યું હતું. વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય તમામ સ્પર્ધકોને પણ તેમની સહભાગિતા અને ઉત્સાહ બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.

જિલ્લા કક્ષાઍ પસંદ થયેલા ત્રણેય વિજેતાઓ આગામી સંઘ પ્રદેશ કક્ષાની વિકસિત ભારત યુવા સંસદ-૨૦૨૭માં ભાગ લેશે. અહીં તેઓ અન્ય જિલ્લાઓના વિજેતાઓ સાથે સ્પર્ધા કરશે. સંઘ પ્રદેશ કક્ષાઍ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને આગળ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે.

માય ભારત, સેલવાસ દ્વારા યોજાયેલો આ કાર્યક્રમ યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, લોકશાહી ચેતના અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વિકસાવવાની દિશામાં ઍક સરાહનીય પ્રયાસ રહ્ના હતો.