વાપીમાં શ્રીરામ ફાઇનાન્સ ‘નવગતિ’ દ્વારા શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 05 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૪ ઃ શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા પરિવહન ક્ષેત્ર સાથે સંકળાયેલા પરિવારોનાં બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા વાર્ષિક ‘નવગતિ ઍજ્યુકેશન સ્કોલરશિપ પ્રોગ્રામ’નું આયોજન વાપી ઞ્ત્ઝ઼ઘ્ સ્થિત કનુભાઈ દેસાઈ સ્ત્ખ્ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૭૫૦થી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ઍનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકાનાં મેયર દક્ષાબેન પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજશ્રીબેન ટંડેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્નાં હતાં. જ્યારે શ્રીરામ ફાઇનાન્સના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર નિલેશ આડોદરા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત મહાનગરપાલિકાના હોદ્દેદારો તથા વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના અગ્રણીઓઍ પણ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ શિષ્યવૃત્તિ યોજના હેઠળ કોમર્શિયલ વાહન ચાલકો, માલિકો, મિકેનિક, હેલ્પર અને પરિવહન ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓનાં ધોરણ ૭થી ૧૨માં અભ્યાસ કરતા પ્રતિભાશાળી બાળકોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધવા પ્રોત્સાહિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે.
