જિલ્લા કક્ષા સિનિયર સિટીઝન સ્પર્ધામાં ખેરગામનું ગૌરવ
- byDamanganga Times
- 05 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા.૦૪ ઃ રમતગમત યુવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા રમત -શિક્ષણ કેન્દ્ર નવસારી દ્વારા આયોજીતજિલ્લા કક્ષા સિની. સીટીઝનદોડ સ્પર્ધા તા. ૦૪/૧૧/૨૦૨૬, સવારે ૮ કલાકે સર સીજેઍનઝેડ. મદ્રેસા સ્કુલ જમશેદ વાડી મેદાન નવસારી ખાતે યોજાઇ હતી.
જેમાં ખેરગામના વરિષ્ઠ ઁયુવાન ઍવા દોડવીરોઍ ભાગ લીધો હતો. વાળી ફ. નાંધઈના નિવૃત ઍસટીકર્મચારી બાબુભાઈ સામજીભાઈ પટેલે ૨૦૦મી દોડમા પ્રથમ,૪૦૦મી.તથા ૮૦૦મી દોડમાં બીજો ક્મ તથા મણીલાલ લલ્લુભાઈ પટેલ નિવૃત્ત પ્રા. શિક્ષક ભૈરવીના હાલ ગાંધીનગર સો.ના રહીશે ૫૦૦૦મી જલદચાલ,તથા ૧૫૦૦મી. દોડ બંનેમા બીજો ક્રમ પ્રા કરી ખેરગામ તાલુકાનું નામ જિલ્લા કક્ષાઍ રોશન કર્યું હતુ હવે તેઓ રાજ્ય કક્ષાઍ સ્પર્ધામાં ભાગ લેવા જશે. બંને નિવૃત્ત કર્મચારી ૭૦ થી વધુ વય વટાવ્યા પછી પણ દોડ સ્પર્ધામાં જે યુવાનો જેવો જોશ દર્શાવે છે તે તેમની શારીરિક ક્ષમતાને દાદ દેવા યોગ્ય છે.
હાલમાં જ નિવૃત્ત થયેલા ત્રિપુટી માના અન્ય દોડવીર પ્રા. શિક્ષક પ્રવીણ ગુ.પટેલે બંનેને અભિનંદન આપ્યા હતા.
