Damanganga Times.

Damanganga Times.

November 05, 2026

ડાંગમાં ગ્રાન્ટ ફાળવણીમાં ભ્રષ્ટાચાર મુદ્દે કોîગ્રેસની ડીડીઅો સમક્ષ રજૂઆત

ડાંગમાં ગ્રાન્ટ ફાળવણીમાં ભ્રષ્ટાચાર મુદ્દે કોîગ્રેસની ડીડીઅો સમક્ષ રજૂઆત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા.૦૪ ઃ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ડાંગ જિલ્લા પંચાયતના સદસ્ય સ્નેહલકુમાર રામુભાઈ ઠાકરે દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ઍક ગંભીર પત્ર પાઠવીને જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત સ્તરે થતી ગ્રાન્ટ ફાળવણી, વિકાસ કામો, ટેન્ડર પ્રક્રિયા તેમજ ખરીદીમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓ અંગે સનસનાટીભર્યા આક્ષેપો સાથે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.પત્રમાં જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અને હેડ હેઠળ કરોડો રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવે છે, પરંતુ વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે ત્રણેય સ્તરે થતા કાર્યોમાં વ્યાપક અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્ના છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી અવારનવાર અખબારોમાં આ અંગેના અહેવાલો અને આક્ષેપો છપાતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. અગાઉ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી અને હાલમાં ચૂંટાયેલા તાલુકા સદસ્યો દ્વારા પણ વિકાસ કાર્યોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો કરી ઉચ્ચ કક્ષાઍ લેખિત ફરિયાદો દાખલ કરવામાં આવી છે, તેમ છતાં વહીવટી સ્તરે કોઈ અંકુશ ન રહેતા ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ફૂલીફાલી રહ્ના છે. આ ગંભીર મામલે સ્નેહલભાઈ ઠાકરેઍ માંગ કરી છે કે જિલ્લા, તાલુકા કે ગ્રામ પંચાયતના કોઈપણ હેડ કે ગ્રાન્ટ હેઠળ થતા નાના-મોટા તમામ વિકાસ કાર્યોની વિગતો સંપૂર્ણ પારદર્શક હોવી જોઈઍ. ખરીદી, ટેન્ડર પ્રક્રિયા તેમજ સાધન-સામગ્રી અને ખેતીવાડી માટેના ફર્મ, બોર, લેવલિંગ, ગટર, રોડ અને મકાન બાંધકામના કાર્યોમાં ઍન્જિનિયરિંગ ધોરણો મુજબ ઉત્તમ ગુણવત્તા જાળવવામાં આવે અને કોઈપણ ભોગે ટકાવારી કે કમિશન પ્રથા ચલાવી લેવામાં ન આવે તેવી સ્પષ્ટ તાકીદ કરાઈ છે.