Damanganga Times.

Damanganga Times.

November 05, 2026

ખોબા આશ્રમના વિદ્યાર્થીઓને દિવાળી વેકેશનમાં મહુડાના છોડ અપાયા

ખોબા આશ્રમના વિદ્યાર્થીઓને દિવાળી વેકેશનમાં મહુડાના છોડ અપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાંસદા, તા.૦૪ ઃ આ વર્ષે દિવાળીની ઉજવણી માત્ર ફટાકડા પૂરતી સીમિત ન રહેતા પ્રકૃતિને સમર્પિત બની છે. લોક મંગલમ્ વિદ્યાપીઠ (ખોબા આશ્રમ) અને પ્રાથમિક શાળાના આશરે ૨૦૦ વિદ્યાર્થીઓને લોક મંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોબા અને ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ, સુરતના સહિયારા -યાસથી આ દિવાળી વેકેશનમાં ઘરે રોપવા માટે મહુડાના છોડ આપવામાં આવ્યા છે.

આ નાનકડી પહેલથી વિદ્યાર્થીઓ પોતાના આંગણે વૃક્ષારોપણ કરી પર્યાવરણ રક્ષણની જવાબદારી સંભાળશે. આપણી આદિવાસી સંસ્કૃતિ, આર્થિક સ્વાવલંબન અને કુદરતી સંરક્ષણ સાથે અતૂટ નાતો ધરાવતું મહુડાનું વૃક્ષ ઍક અમૂલ્ય વારસો છે. જ્યારે વિદ્યાર્થીઓ ઘરઆંગણે આ છોડ રોપશે, ત્યારે સાચા અર્થમાં ઍક છોડ = ઍક નવું જીવન અને ઍક વૃક્ષ = સ્વચ્છ હવા અને ઉજ્જવળ ભવિષ્ય નો મંત્ર સાર્થક થશે. આ પહેલ દ્વારા નાની ઉંમરથી જ પર્યાવરણ પ્રત્યે જવાબદારી અને પ્રેમ જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવો, આ દિવાળીઍ આપણે પણ પ્રેરણા લઈને પર્યાવરણની રક્ષાનો સંકલ્પ કરીઍ.