ધનોરી આશ્રમશાળાના બાળકોને લંડન સ્થિત પટેલ પરિવારે ભેટ આપી દિવાળી ઉજવી
- byDamanganga Times
- 05 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૦૪ ઃ દીપોત્સવના પાવન પર્વ નિમિત્તે બુધવારે ધનોરી સ્થિત આશ્રમશાળા ખાતે માનવતા અને સેવાભાવની સુવાસ પ્રસરાવતો ઍક પ્રેરણાદાયી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. સાત સમંદર પાર લંડનમાં સ્થાયી થયેલા ગીતાબેન અને મુકેશભાઈ વલ્લભભાઈ પટેલ પરિવારે પોતાની જન્મભૂમિ પ્રત્યેની અતૂટ લાગણી વ્યક્ત કરતાં સતત ચોથા વર્ષે આશ્રમશાળાના ૧૫૦ જેટલા જરૂરિયાતમંદ બાળકોને નવાં કપડાં, બૂટ તેમજ મીઠાઈનું વિતરણ કરી તેમના ચહેરા પર ખુશીની રોશની પાથરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં આશ્રમશાળા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ અતિથિ વિશેષોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંસ્થાની છેલ્લા ૨૫ વર્ષની શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓની રૂપરેખા રજૂ કરાઈ હતી. લંડનસ્થિત દાતા ગીતાબેન અને મુકેશભાઈ પટેલ માત્ર દિવાળી જ નહીં, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પણ આશ્રમના બાળકોને પૌષ્ટિક ભોજન પીરસી સ્નેહભાવે મુલાકાત લેતા રહ્ના છે. વિદેશમાં રહીને પણ વતનના અંતરિયાળ વિસ્તારના બાળકોની ચિંતા કરી સતત સેવાયજ્ઞ ચલાવવાનો તેમનો આ પ્રયાસ સમગ્ર સમાજ માટે દિશાસૂચક બન્યો છે.આ પ્રસંગે રોટરી ક્લબ ગણદેવીના પ્રમુખ ફાલ્ગુનીબેન નાયક અને મંત્રી દીપકભાઈ નાયક દ્વારા બાળકોની સુવિધા અર્થે સંસ્થાને સિલિંગ ફેનની વિશેષ ભેટ અર્પણ કરવામાં આવી હતી.આ સ્નેહવિતરણ સમારોહમાં અમલસાડના નીરવભાઈ નાયક, દુષ્યંતભાઈ નાયક, ધનોરી ગામના અગ્રણી અમિતભાઈ નાયક, અમેરિકાથી પધારેલા અરુણભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ, ડૉ. કામિનીબેન, આશ્રમના ટ્રસ્ટી સુરેશભાઈ, દીપકભાઈ રાઠોડ, અમૃતલાલ તલાવિયા, મુકેશભાઈ હળપતિ તેમજ સમગ્ર શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્ના હતો. ઉપસ્થિત મહાનુભાવોઍ બાળકો સાથે સંવાદ સાધી તહેવારોની શુભકામનાઓ પાઠવી હતી. આશ્રમશાળા પરિવારે તમામ દાતાઓ અને આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
