નવસારીમાં અંડર-૧૯ ‘લીલાબા કપ’ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ
- byDamanganga Times
- 05 November, 2026
નવસારી, તા.૦૪ ઃ નવસારી સ્થિત છાપરા સ્પોર્ટ્સ ક્લબના ગ્રાઉન્ડ પર અંડર-૧૯ ‘લીલાબા કપ’ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે લીલાબા કપના સ્પોન્સર તેમજ નવસારી ક્રિકેટ ઍસોસિઍશનના ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા, મંત્રી ભરતભાઈ પટેલ, હરીશભાઈ, કમલેશભાઈ, હિતેષભાઈ, પ્રશાંતભાઈ, મધુસૂદનભાઈ અને અંકુરભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા. આ ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ માટે ભોજનની સુંદર વ્યવસ્થા ઉપપ્રમુખ અશોકભાઈ ગજેરા તરફથી પૂરી પાડવામાં આવી હતી.
