વઘઈ રેંજ વિસ્તારમાં ખેરના લાકડા ભરેલ બોલેરો કાર ઝડપાઈ
- byDamanganga Times
- 05 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૦૪ ઃ દક્ષિણ ડાંગ ડી.સી.ઍફ.નિરજકુમાર તથા મદદનીશ વન સંરક્ષક જૈનિલ દેસાઈનાં માર્ગદર્શન હેઠળ વઘઇ રેંજનાં આર.ઍફ.ઓ અમિત ચૌધરીની ટીમ દ્વારા વઘઇ વિસ્તારમાં સઘન રાત્રી પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.આ કામગીરી દરમિયાન તારીખ ૦૪/૧૧/૨૦૨૬ના રોજ વહેલી સવારે આશરે ૦૭ઃ૦૪ કલાકે વઘઈ રેંજના કાર્ય વિસ્તારમાં આવેલા લોઅર ચેકિંગ નાકા પરથી ઍક શંકાસ્પદ બોલેરો ગાડી (વાહન નંબર-ઞ્થ્-૧૫ ઘ્ખ્-૩૪૩૨) પસાર થઈ હતી.વઘઇ રેંજ વન વિભાગની ટીમે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલેરોનો ચાલક વાહન પુર ઝડપે હંકારીને ભાગી છૂટ્યો હતો. જેથી દક્ષિણ વન વિભાગના વઘઇ રેંજનાં કર્મચારીઓઍ ત્વરિત તત્પરતા દર્શાવીને શંકાસ્પદ વાહનનો પીછો કર્યો હતો. પીછો કરતા જોઈ ચાલકે વાંસદાથી કણધા ગામ તરફ જતા રસ્તા ઉપર સાઈડમાં બોલેરો ગાડી ઉભી રાખી દીધી હતી અને અંધારા તથા આસપાસના વિસ્તારનો લાભ ઉઠાવીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.ત્યારબાદ વન વિભાગની ટીમે બિનવારસી હાલતમાં મળી આવેલી બોલેરો ગાડીની કાળજીપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી કોઈપણ જાતની પાસ-પરમિટ વગરના ગેરકાયદેસર રીતે વહન કરાતા ખેરના ૧૭ નંગ લાકડાં (ઘન મીટર ૦.૪૨૮) મળી આવ્યા હતા.વઘઇ વન વિભાગની ટીમે રૂ. ૧૪,૯૮૦ની કિંમતનો ખેરનો લાકડાનો જથ્થો તથા રૂ. ૨,૪૦,૦૦૦ની અંદાજિત કિંમત ધરાવતી બોલેરો ગાડી મળીને કુલ રૂ. ૨,૫૪,૯૮૦નો મુદ્દામાલ જ કર્યો છે.આ મામલે ફરાર થઈ ગયેલા ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે તેમજ આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
