Damanganga Times.

Damanganga Times.

November 05, 2026

અોવાડાના યુવકનું અકસ્માતમાં મોત

અોવાડાના યુવકનું અકસ્માતમાં મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા, ૦૪ ઃ વલસાડ તાલુકાના ઓવાડા ગામે રહેતા ૨૪ વર્ષીય યુવકનું કચીગામથી ડુંગરા તરફ આવતાં રોડ પર પુલિયાના ડિવાઇડર સાથે બાઈક ભટકાતાં ગંભીર ઇજાઓ થવાથી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના મોટાભાઈઍ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

વલસાડ તાલુકાના ઓવાડા બારેલીયા ફળિયામાં રહેતા જયદીપભાઈ દશરથભાઈ પટેલ (ઉં.વ. ૨૪) અબ્રામામાં આવેલી કંપનીમાં નોકરી કરતા હતાં. તા. ૦૩/૧૧/૨૦૨૬ના રોજ તેઓ પોતાના કબજાની હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક નંબર ઞ્થ્-૧૫-ચ્ધ્-૪૦૬૦ લઈને કામ અર્થે ડુંગરા તરફ નીકળ્યા હતાં. 

સાંજના આશરે સાત કલાકે વલસાડના કચીગામથી ડુંગરા તરફ આવતા રોડ પર પુલિયા પાસેથી પસાર થતી વખતે બાઇક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં મોટરસાઇકલ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં જયદીપભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.