ડુંગરીમાં સગીરાને ધમકાવી દાગીના રોકડ પડાવનાર ઝડપાયો
- byDamanganga Times
- 05 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૪ ઃ ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપી ધ્રુવીલ સંપતભાઈ પટેલે ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી-ફોસલાવી વલસાડના તીથલ રોડ પર આવેલી હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતાં. ત્યારબાદ તેના ફોટા પાડી લઈ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. આ ધમકીના આધારે આરોપીઍ ભોગ બનનાર સગીરા પાસેથી અલગ-અલગ સમયે ઘરમાંથી રોકડા ૨,૬૫,૦૦૦ તેમજ આશરે ૩૨.૪ તોલા સોનાના ઘરેણાં કિંમત આશરે ૪૩,૪૮,૭૫૮ બળજબરી પૂર્વક પડાવી લીધા હતાં. આ અંગે ડુંગરી પોલીસ મથકે પોક્સો ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને જોતાં સુરત રેન્જ આઈજીપી પ્રેમવીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ડુંગરી પીઍસઆઈ યુ.ઍચ. પટેલ અને ટીમે ટેકનિકલ ઍનાલિસિસ તથા બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી અને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી ધ્રુવીલ ઉર્ફે ધ્રુવિલ સંપતભાઈ પટેલ (ઉં.વ. ૨૧, રહે. શંકરતળાવ મંદિર ફળિયા, તા.જી. વલસાડ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તેની પાસેથી સોનાની બંગડીઓ ત્ત્જ્ન્ ફાઇનાન્સ અને ન્્રૂવ્ ફાઇનાન્સમાં ગિરવે મૂકેલા સોનાના દાગીના તથા સોનાની ચેઇન રોકડા ૫૩૫૦, ઍક મોબાઇલ ફોન કુલ મળીને આશરે ૨૦૫.૮૧ ગ્રામ જેટલું સોનું તેમજ અન્ય સામાન સહિત કુલ ૨૭,૦૦,૦૭૦નો મુદ્દામાલ પોલીસે રિકવર કરવામાં સફળતા મેળવી છે.
