Damanganga Times.

Damanganga Times.

November 05, 2026

વાંસદાના ગાંધીમેદાન ખાતે પુષ્પાંજલિ અને સંગીત સંધ્યા કાર્યક્રમો યોજાયા

વાંસદાના ગાંધીમેદાન ખાતે પુષ્પાંજલિ અને સંગીત સંધ્યા કાર્યક્રમો યોજાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાંસદા, તા.૦૪ ઃ ભારતીય સિનેમાના સંગીત જગતમાં ‘શંકર-જયકિશન’ની અમર જોડી તરીકે સુવર્ણ ઇતિહાસ રચનાર અને વાંસદાની ધરતીનું ગૌરવ ઍવા સ્વ. જયકિશનજી ડાહ્નાભાઈ પંચાલની ૯૭મી જન્મજયંતિ (૪ નવેમ્બર) નિમિત્તે વાંસદા ખાતે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

વાંસદાના ઐતિહાસિક ગાંધીમેદાન ખાતે સ્થાપિત જયકિશનજીની પૂર્ણ કદની પ્રતિમા પર મહાનુભાવો અને સંગીતપ્રેમીઓઍ ભાવપૂર્વક ફૂલહાર અર્પણ કરી સ્મરણાંજલિ પાઠવી હતી.

આ પ્રસંગે વાંસદા સરપંચ  ગુલાબભાઈ પટેલ, નટુભાઈ પંચાલ, અનંતપાલસિંહજી, મગન સાહેબ, પ્રદ્યુમનસિંહ સોલંકી તેમજ જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન-વાંસદાના પ્રમુખ હરદીપભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્ના હતા. સાથે જ મયુર પારેખ, ધર્મેન્દ્રસિંહ સોલંકી, નીરજભાઈ પારેખ, હરદીપભાઈ સગર, પ્રીતિબેન મહિડા, મિત્તલબેન ગરાસિયા સહિત ફાઉન્ડેશન અને -ીતિબેન પારેખ ગ્રૂપના મિત્રો વિશેષ ઉપસ્થિત રહ્ના હતા.

કાર્યક્રમ દરમિયાન કલાકારોઍ સંગીતના વિવિધ વાદ્યોના સુમેળ સાથે જયકિશનજી દ્વારા સ્વરબદ્ધ થયેલા અજર-અમર ગીતોનું સુંદર ગાયન અને વાદન રજૂ કર્યું હતું. રાત્રિના સમયે જયકિશનજીની પ્રતિમા સમક્ષ વિશેષ ‘સંગીત બેઠક’નું આયોજન થયું હતું, જેમાં જૂના સદાબહાર ગીતોની સુરાવલીઓ રેલાવાઈ હતી અને ઉપસ્થિત સંગીતરસિકોઍ મોડી રાત સુધી સંગીતનો ભરપૂર આનંદ માણ્યો હતો.

વાંસદાની ધરોહર સમાન મહાન સંગીતકારને તેમના જ વતનમાં ગ્રામજનો અને સંગીતપ્રેમીઓઍ સૂર અને શબ્દોની અંજલિ આપી તેમની સ્મૃતિઓને તાજી કરી હતી.