Damanganga Times.

Damanganga Times.

November 04, 2026

વલસાડ જિ.પં.ના નવા ભવનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

વલસાડ જિ.પં.ના નવા ભવનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૩ ઃ ‘રાજ્ય સરકાર દ્વારા અત્યારે જે પણ ભવન બનાવવામાં આવી રહ્ના છે તે ખૂબ જ સુવિધાસભર બનાવવામાં આવી રહ્ના છે પણ આ સુવિધા આપણા માટે નથી, પણ લોકો માટે આ સુવિધાયુક્ત ભવન બનાવ્યા છે.’ ઍમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વલસાડ જિલ્લા પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું. રૂ. ૩૭.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત છ માળના વલસાડ જિલ્લા પંચાયતના આધુનિક અને સુવિધા સભર ભવનના લોકાર્પણ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સંબોધી મુખ્યમંત્રીઍ વધુમાં જણાવ્યું કે, દરેક માટે ઍક જ કાર્ય મંત્ર છે, નાગરિક દેવો ભવઃ અહીં ભવનમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસની સાથે સૌનો વિશ્વાસ પણ મહત્વનો છે. આપણા પર સામાન્ય નાગરિકોનો વિશ્વાસ ટકી રહે તેવું કામ કરવાનું છે. અહીં આવતા કોઈપણ સામાન્ય નાગરિકનું કામ અટકવું ન જોઈઍ, જે પણ મુશ્કેલી લઈને નાગરિક આવ્યો હોય તે દૂર કરી આનંદ સાથે પરત ફરવો જોઈઍ ઍવું મુખ્યમંત્રીઍ ભારપૂર્વક જણાવ્યું હતું. વધુમાં તેમણે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ અને તેમની સમગ્ર ટીમ તેમજ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને નવા ભવન માટે અભિનંદન પાઠવ્યા હતા. 

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીઍ જણાવ્યું કે, આ જિલ્લા પંચાયત ભવન નાગરિકોની સેવાનું કેન્દ્ર બને તે મહત્વનું છે. આ સેવાની વ્યવસ્થા સામાન્ય નાગરિકો માટે કરાઈ છે. જેનો વધુમાં વધુ લાભ લોકોને મળે ઍવી આશા રાખું છું. 

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલે આ ભવ્ય ભવનમાં દિવ્યાંગો, બાળકો, સિનિયર સિટીઝન અને અધિકારી- કર્મચારીઓ માટે ઉપલબ્ધ કરાવાયેલી સુવિધાનો ચિતાર મુખ્યમંત્રીને આપી વધુમાં જણાવ્યું કે, અહીં ઍક જ ભવનમાં વિવિધ કચેરી હોવાથી નાગરિકોને સરકારી કામકાજ માટે અલગ-અલગ કચેરીઓમાં જવું પડશે નહિ. વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે, વહીવટી કામગીરી વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનશે. ઍસટી ડેપો અને રેલવે સ્ટેશન પણ અહીં નજીક હોવાથી લોકો પગપાળા પણ આવી શકી છે. અધિકારી- કર્મચારીઓના માઈન્ડ રિફ્રેશ માટે ઇન્ડોર ગેમ્સનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ અને સાંસદ ધવલભાઈ પટેલ તેમજ જિલ્લાના સર્વે ધારાસભ્યો ઉપસ્થિત રહ્ના હતા.

મુખ્યમંત્રીઍ જિલ્લા પંચાયતના નવા ભવનનું લોકાર્પણ કરી જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિતની ચેમ્બર અને કોન્ફરન્સ હોલની મુલાકાત લઈ નાગરિકો માટે જરૂરી સુવિધાનું નિરિક્ષણ કર્યુ હતું. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઍ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ સહિત જિલ્લા પંચાયત સભ્યો, પાલિકા પ્રમુખો અને સંગઠનના હોદેદારો સાથે ફોટો સેશન કરાવ્યું હતું. આ આધુનિક જિલ્લા પંચાયત ભવનની સૌથી મોટી વિશેષતા ઍ છે કે, જિલ્લા કક્ષાની વિવિધ પંચાયત કચેરીઓને ઍક જ સંકુલમાં કાર્યરત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.