Damanganga Times.

Damanganga Times.

November 04, 2026

વાપીમાં મુખ્યમંત્રીઍ ૧૫૦ બેડની મીની સિવિલનું લોકાર્પણ કર્યુ

વાપીમાં મુખ્યમંત્રીઍ ૧૫૦ બેડની મીની સિવિલનું લોકાર્પણ કર્યુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૩ ઃ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રૂ. ૪૮.૨૨ કરોડના ખર્ચે નવનિર્મિત વાપીની ૧૫૦ બેડની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ગરીમામય ઉપસ્થિતિ રહી હતી.  વાપી અને આસપાસના લાખો લોકો માટે ઉપયોગી ઍવી આ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું મુખ્યમંત્રીઍ રીબીન કાપી લોકાર્પણ કર્યા બાદ તક્તી અનાવરણ કરી ખુલ્લી મુકી હતી. 

મુખ્યમંત્રીઍ હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લઈ ચાર ઓપરેશન થિયેટર અને ઇમરજન્સી વિભાગ સહિત વિવિધ વિભાગોમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે દર્દીઓને પૂરી પાડવામાં આવતી સુવિધાઓની વિગતો મેળવી હતી. આ પ્રસંગે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, વાપી મહાનગરપાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. રૂ. ૪૮.૨૨ કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત વાપીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ગ્રાઉન્ડ ૫ માળની ભવ્ય હોસ્પિટલ છે, જેમાં જનતાની આરોગ્ય વિષયક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અનેકવિધ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં ઇમર્જન્સી વિભાગ ઉપરાંત ૧૩ સ્પેશિયાલિસ્ટ ઓ.પી.ડી.ની સુવિધા છે. આધુનિક તપાસ અને સારવાર માટે લેબોરેટરી, ઍક્સ-રે, સોનોગ્રાફી તેમજ ૦૭ બેડની હિમોડાયાલિસિસ સુવિધા ઉપલબ્ધ છે. દર્દીઓની ઉત્તમ સારવાર માટે ૦૪ આધુનિક ઓપરેશન થિયેટર, મેટરનિટી વોર્ડ, ફીમેલ વોર્ડ, પીડિયાટ્રિક વોર્ડ, મેલ વોર્ડ અને સ્પેશિયલ રૂમ સહિત ૧૫૦ પથારી સુધીની ઇન્ડોર ઍડમિશનની ઉત્તમ સુવિધા છે.

આ હોસ્પિટલ ખાતે જનરલ ઓ.પી.ડી. સાથે ફીઝીશિયન, સર્જન, ગાયનેકોલોજિસ્ટ, પીડિયા ટ્રિશિયન, સાયકાટ્રિસ્ટ (માનસિક રોગ નિષ્ણાત) આ હોસ્પિટલ શરૂ થવાથી વાપી મનપા વિસ્તાર, જીઆઈડીસી વિસ્તાર, નાનાપોંઢા, ઉમરગામ અને પારડી તાલુકાના શ્રમિકો, વ્યાપારીઓ અને સામાન્ય નાગરિકો મળી અંદાજે પાંચ લાખ લોકોઍ સારવાર માટે હવે દૂર સુધી નહીં જવું પડે. સરકારનો સંકલ્પ છે કે છેવાડાના માનવી સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ મળી રહેશે.