Damanganga Times.

Damanganga Times.

November 04, 2026

વલસાડમાં મુખ્યમંત્રીના હસ્તે ‘પ્રભા પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નું લોકાર્પણ

વલસાડમાં મુખ્યમંત્રીના હસ્તે ‘પ્રભા પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નું લોકાર્પણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા.૩ ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને પ્રાકૃતિક કૃષિ પેદાશોને લોકો સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી વલસાડના તિથલ રોડ ખાતે નવનિર્મિત ‘પ્રભા પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નું  નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ અને લોકસભા દંડક ધવલભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીઍ શોપનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં ઉપલબ્ધ ઉત્પાદનો વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ શોપને ઍક મોડલ સેન્ટર તરીકે શરૂ કરવામાં આવી છે, જ્યાં પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવેલી તાજી શાકભાજી, ફળો, અનાજ અને મધ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ ઉપરાંત, આ શોપમાં પ્રાકૃતિક ખેતી માટે જરૂરી સામગ્રી જેવી કે ઘન જીવામૃત, ગૌમૂત્ર, બીજામૃત અને જીવામૃત પણ ખેડૂતો અને ગ્રાહકોના વેચાણ માટે મૂકવામાં આવ્યા છે.

પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પેદાશોને યોગ્ય વેચાણ વ્યવસ્થા અને બજાર ઉપલબ્ધ થાય તેમજ નાગરિકોને ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સરળતાથી મળી રહે તે દિશામાં આ કેન્દ્ર મહત્વપૂર્ણ બની રહેશે. આ પહેલથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળવાની સાથે પ્રાકૃતિક ખેતી અંગે લોકોમાં જાગૃતિ પણ વધશે.

જિલ્લા કલેક્ટર નિત્તિન સાંગવાને મુખ્યમંત્રીને માહિતી આપી હતી કે, આ વલસાડ જિલ્લામાં સ્થાપિત કરવામાં આવનાર ૧૦ કિઓસ્ક (ધ્જ્ઞ્ંસ્ન્ત્ત્સ્ન્)ની યોજનાનો ઍક ભાગ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનો માટે ઍક મજબૂત સપ્લાય ચેઈન ઉભી કરવાનો છે, જેથી ઉત્પાદનથી લઈને સીધા ગ્રાહકો સુધી વેચાણની પ્રક્રિયા સરળ બની શકે અને ખેડૂતોને તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ મળી રહે.

આ કાર્યક્રમમાં વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જીલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્ના હતાં.