દિવાળી પૂર્વે વલસાડને રૂ.૪૪૧ કરોડનાં વિકાસકાર્યોની ભેટ
- byDamanganga Times
- 04 November, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, વાપી, તા.૦૩ ઃ પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે રૂ. ૪૮.૨૨ કરોડના ખર્ચે વાપી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને રૂ. ૨૧ કરોડના ખર્ચે વલસાડ તાલુકાના નવેરા ગામે જિલ્લા કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સહિત કુલ રૂ.૧૬૫ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ- લોકાર્પણ અને રૂ.૨૭૬ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ- ખાતમુહૂર્ત મળી કુલ રૂ. ૪૪૧ કરોડના વિકાસ કામોની ભેટ વાપીના વી.આઈ.ઍ. ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાવાસીઓને અર્પણ કરી હતી. આ પૂર્વે મુખ્યમંત્રીઍ રૂ. ૩૭.૫૦ કરોડના ખર્ચે વલસાડ જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રીઍ આ પ્રસંગે રાષ્ટ્રીય ઍકતા દિવસ નિમિત્તે ઍકતાનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ દેશની વિકાસયાત્રા અને ગરીબી નાબૂદી માટે કરેલા પ્રયાસો અને તેની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, વર્લ્ડ બેંકના ઓક્ટોબર-૨૦૨૬ના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં ૪૯.૬ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યાં છે.
મુખ્યમંત્રીઍ કહ્નાં કે, ૨૦૧૧માં ભારતમાં અત્યંત ગરીબી રેખા નીચે જીવતી વસ્તીનું પ્રમાણ ૨૭.૦૧ ટકા હતું તે ૨૦૨૩માં ઘટીને ૨.૬ ટકા થયું છે. આ આંકડા દર્શાવે છે કે દેશના સર્વાંગી વિકાસ અને ગરીબોના જીવનધોરણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરીબલક્ષી યોજનાના પરિણામે આવેલું સકારાત્મક પરિવર્તન છે તેમ પણ મુખ્યમંત્રીઍ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીઍ જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે અને રોજગારીની તકોમાં પણ સતત વધારો થઈ રહ્ના છે, ગુજરાત દેશના વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્નાં છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીઍ ગૌરવભેર જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવી હતી. તે સમયે રાજ્યમાં ૧.૬૮ લાખ નાના ઉદ્યોગો હતા, તે વધીને આજે ૨૯ લાખ થયા છે. ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ અને ઉદ્યોગસાહસિકતાનું આ જીવંત પ્રમાણ છે.
મુખ્યમંત્રીઍ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં વિકાસ અને મજબૂત નાણાકીય વ્યવસ્થાપનનો જે પાયો નાખ્યો હતો, તેને પરિમામે ગુજરાત આજે દેશનું ગ્રોથ ઍન્જિન બન્યું છે. વિકાસકાર્યો માટે રાજ્ય સરકાર પાસે સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપન છે. આર્થિક શિસ્ત અને વિકાસલક્ષી આયોજનના કારણે ગુજરાત આજે નાણાકીય વ્યવસ્થાપનના ક્ષેત્રે પણ અગ્રેસર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની આર્થિક પ્રગતિ સાથે જીઍસટીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આર્થિક સદ્ધરતા અને મજબૂત નાણાકીય વ્યવસ્થાપનના પરિણામે રાજ્યમાં ઉત્તમ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી, પાણી, માર્ગો અને જાહેર સુવિધાઓના નિર્માણ સાથે ગુણવત્તાયુક્ત વિકાસ કાર્યો દ્વારા ગુજરાત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્નાં છે. તેમણે વાપીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને રાજ્યના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારોમાં લોકોની આરોગ્ય રક્ષાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ ગણાવતા કહ્નાં હતું કે આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓની દૃષ્ટિઍ ખાનગી હોસ્પિટલને પણ ટક્કર આપે તેવી છે.
વિકસિત ભારત ક્૨૦૪૭ના સંકલ્પનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીઍ જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું ગ્રોથ ઍન્જિન છે. વિકસિત ભારત ક્૨૦૪૭ના નિર્માણ માટેનો રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે અને આ રોડમેપના આધારે વિકાસલક્ષી કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. ગુજરાતને દેશના વિકાસમાં અગ્રેસર રાખવા માટે સરકાર સતત નવા આયોજનો અને પ્રજાલક્ષી યોજનાઓ સાથે કાર્યરત છે.
વિકાસના દરેક કાર્યમાં જનભાગીદારીનું મહત્વ સમજાવતાં મુખ્યમંત્રીઍ જણાવ્યું હતું કે, સરકાર પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે દિવસ-રાત કાર્યરત છે, પરંતુ વિકાસની આ યાત્રાને વધુ વેગવંતી બનાવવા નાગરિકોની સહભાગિતા પણ ઍટલી જ આવશ્યક છે.
વધુમાં તેમણે કહ્નાં કે, જે રીતે આપણા જવાનો દેશની સુરક્ષા માટે પોતાનું યોગદાન આપે છે, તે જ રીતે દરેક નાગરિક પાણી અને વીજળીની બચત કરીને, પોતાના વિસ્તારને સ્વચ્છ રાખીને અને સામાજિક જવાબદારી નિભાવીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપી શકે છે. વડાપ્રધાનના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને આત્મસાત્ કરીને આપણે સૌઍ સાથે મળીને આગળ વધવા અનુરોધ કર્યો હતો.
વલસાડ જિલ્લામાં તાજેતરના ચોમાસા દરમિયાન સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીઍ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ધીરજ, હિંમત અને ઍકતાથી સંકટનો સામનો કેવી રીતે કરવો તેનું ઉત્તમ ઉદાહરણ વલસાડની પ્રજાઍ પૂર દરમિયાન પૂરું પાડ્યું છે તેની પ્રસંશા કરી હતી. તેમણે વલસાડવાસીઓની આ હિંમત અને સામૂહિક ભાવનાને બિરદાવી હતી અને વલસાડ જિલ્લાને મળેલી વિકાસની આ ભેટ માટે સૌને અભિનંદન તેમજ દિવાળી અને નૂતન વર્ષના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘ્વીઍ વલસાડ જિલ્લાની ધરતી પર વિકાસની નવી રોશની ઉમેરાઈ હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, પ્રજાજનોની સુખાકારી અને આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સવલતો સુદ્રઢ કરવાના સનિષ્ઠ પ્રયાસરૂપે વાપીના બલીઠા ખાતે ૧૫૦ બેડની અત્યાધુનિક સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે વલસાડવાસીઓ માટે ઍક સીમાચિહ્નરૂપ ભેટ સાબિત થશે.
સરકારી નવનિર્મિત હોસ્પિટલમાં ૧૮ થી વધુ મલ્ટી-સ્પેશિયાલિટી તબીબી સેવાઓ અને ખાનગી હોસ્પિટલોને ટક્કર આપે તેવા વર્લ્ડ ક્લાસ ઓપરેશન થિયેટરો કાર્યરત કરાયા છે. હાઈવે પર થતા અકસ્માતોના કિસ્સામાં દર્દીઓને ગોલ્ડન અવરમાં તાત્કાલિક શ્રેષ્ઠ સારવાર મળી રહે અને કિંમતી જીવ બચાવી શકાય તે હેતુથી આ વ્યવસ્થા ઉભી કરાઈ છે. આયુષ્માન ભારત યોજના તથા ગુજરાત સરકારના આરોગ્ય કાર્ડના માધ્યમથી સામાન્ય અને ગરીબ પરિવારના નાગરિકોને રૂ. ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક તબીબી સારવાર મળી રહી છે, જેનાથી અમીર અને ગરીબ તમામ દર્દીઓ માટે હોસ્પિટલમાં ઍકસરખી ઉત્તમ આરોગ્ય સેવાઓ સુનિડ્ઢિત થઈ છે.
જિલ્લાના યુવાધનને સ્પોર્ટ્સ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે રૂ. સાડા ઍકવીસ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક સ્પોર્ટ્સ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નિષ્ણાત ટ્રેનર્સની દેખરેખ હેઠળ સ્થાનિક યુવા ખેલાડીઓ પોતાના સપના સાકાર કરી શકશે. અમદાવાદ ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ને ધ્યાનમાં રાખીને દરેક ગામમાંથી ઓછામાં ઓછા ઍક ખેલાડીને રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આગળ વધવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ અને ઘ્લ્ય્ ફંડના સહયોગથી આદિવાસી તથા સક્ષમ-અસમર્થ પરિવારના પ્રતિભાશાળી બાળકોને દત્તક લઈ તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડી તરીકે ઘડવા માટે સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
દિવાળીના તહેવારોમાં સ્થાનિક રોજગાર અને પ્રોત્સાહનને બળ આપવા માટે માટીના દીવા તથા શણગારની ચીજવસ્તુઓ બનાવતા સ્થાનિક નાના કારીગરો અને બહેનો પાસેથી જ ખરીદી કરવા નાયબ મુખ્યમંત્રીઍ નાગરિકોને અપીલ કરી હતી. આ તકે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવાઈ રહેલા સ્વચ્છતા અભિયાન તેમજ જિલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ અને સાયબર ક્રાઇમ વિરૂદ્ધ હાથ ધરાયેલી કડક ઝુંબેશની સરાહના કરવામાં આવી હતી. ઔદ્યોગિક વિસ્તારમાં અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા તેમજ આમ નાગરિકોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન કટિબદ્ધ હોવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈઍ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનું ઉત્સાહભેર સ્વાગત કરી જણાવ્યું કે, વાપી ખાતે ૧૮ મલ્ટી સ્પેશિયાલિટી સાથેની સુવિધા સભર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું લોકાર્પણ કરાયું છે, જે હાઇવે ટચ હોવાથી લોકોને ઉપયોગી થશે. આગામી વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાત કરી રહ્નાં છે, ત્યારે નવેરા ખાતેનું જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ જિલ્લાના રમતવીરો માટે ઉપયોગી થશે. વલસાડ જિલ્લામાં વિકાસના કામો માટે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઍ જે સહકાર આપ્યો છે તે બદલ આભાર પણ વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લાના સર્વ ધારાસભ્ય રમણલાલ પાટકર, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, વાપી મનપાના મેયર દક્ષાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત ઉદ્યોગપતિઓ, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં.
